સ્વર્ગીય વિઠ્ઠલભાઈ રાદડિયાની જીવનગાથા વર્ણવતી સાવજનું કાળજું બુકનું અંકલેશ્વરમાં વિતરણ.

0
28


 

અંકલેશ્વર લેઉવા પટેલ સમાજના યુવાનો દ્વારા સ્વર્ગીય વિઠ્ઠલભાઈ રાદડિયાની જીવનગાથા વર્ણવતી સાવજનું કાળજું બુકનું અંકલેશ્વરમાં વિતરણ કરવાનું લક્ષ્ય સેવી 1001 પ્રત વિતરણ કરવાના મિશનમાં લાગી ગયા છે.જેના ભાગરૂપે અંકલેશ્વર જીઆઈડીસી અને શહેરમાં અલગઅલગ ટીમ બનાવી યુવાનો આ કાર્યમાં જોતરાયા ગયા છે.આબુકમાં સ્વર્ગીય વિઠ્ઠલભાઈની કામ કરવાની પધ્ધતિ શેરીથી લઈ સાંસદ સુધીની કાર્ય પ્રણાલી વર્ણવવામાં આવી છે.તેમાં ખાસ લખાયું છે જયાં સુધી આપણો સમય હોય ત્યાં સુધી જ આપણું ડહાપણ ચાલતું હોય છે.

સ્વર્ગીય વિઠ્ઠલભાઈ રાદડીયાએ પોતાના વિસ્તારની પ્રજા સમગ્ર સમાજ અને રાજ્યના ખેડૂતો માટે એમની જાત ઘસી નાંખી હતી.1980 માં તેમની સહકારી ક્ષેત્રે પ્રથમ વખત જામકંડોરણા મંડળીમાં પ્રમુખ બન્યા ત્યારે 22 વર્ષના હતા.એમના નામ આગળ ક્યારેય ભૂતપૂર્વ શબ્દ લખવો નહોતો પડ્યો.1987 માં તેઓ જામકંડોરણા તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા હતા.તે દુકાળના સમયમાં એમની કામગીરીને લીધે ધોરાજી વિધાનસભા સીટ પરથી ધારાસભ્ય ચૂંટાઈ ગાંધીનગરની સફર ખેડી હતી.લોકસભામાં પણ પોરબંદર સીટનું બે વખત પ્રતિનિધિત્વ કર્યું હતું.732 જેટલી દીકરીઓના લગ્ન કરાવી બાપ બની કન્યાદાનનું પવિત્ર કાર્ય કર્યું છે.એમણે દ્વારકા ,નાથદ્વારા સમાજભવન બનાવી મથુરા ,હરિદ્વાર અને દિલ્હીમાં બનાવવાની શરૂઆત કરેલ હતી.

તેમના બે વાક્યો જીવનમાં યાદ રાખવા જેવા છે માણસ અને મોસમમાં ગમે ત્યારે બદલાવ આવતો હોવાથી સાવધાની રાખવી આવશ્યક છે.બીજું લોકો ઈચ્છે છે કે તમે આગળ વધો પણ એમનાથી તો નહીં જ .આવા તો ઘણા એમના મૂલ્યો યાદ રાખવા જેવા છે .આ એમના જીવન મૂલ્યોને વર્ણવતી પ્રતોનું અંકલેશ્વરમાં યુવાનોથી લઈ વૃધ્ધોને પણ વિતરણ કરી સમાજને બદલવાનો પ્રયાસ થઈ રહ્યો છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here