પાર્કિનસન્સ ડિસીઝ (કંપવાત)- જાણવા જેવું બધું જ:- ડો. મિતેષ ચંદારાણા

0
54 

પાર્કિન્સન્સ ડિસીઝ એટલે શું

પાર્કિન્સન્સ ડિસીઝ અથવા કંપવાત એ મગજ ના જ્ઞાનતંતુઓ નો ધીમે ધીમે આગળ વધતો જતો ન્યુરો ડિજનરેટિવ રોગ છે. જે મોટા ભાગે ૫૦ થી ૭૦ વર્ષ ની વયની વ્યક્તિઓ માં થાય છે. આ રોગ આપણા દેશ માં ૧૦૦૦૦૦ ની વસ્તી માં આશરે ૭૦ લોકો ને થાય છે. આ રોગ ૪૫ કે તેથી ઓછી ઉંમર ના લોકો માં થાય તો તેને “યંગ ઓનસેટ” પાર્કિન્સન્સ ડિસીઝ કહેવાય છે.

 


કંપવાત થવાનું કારણ શું છે?

પાર્કિન્સન્સ ડિસીઝ મગજ ના સબસ્ટન્શિયા નાઈગ્રા નામ ના ભાગ માં ઉત્પન્ન થતા ડોપામીન નામ ના ન્યુરોટ્રાન્સમીટર ની ઉણપ થી થાય છે. જેના કારણે શરીર નું હલનચલન અને સંતુલન અનિયમિત થઇ જાય છે.

પાર્કિન્સન્સ ડિસીઝ ના મુખ્ય લક્ષણો શું છે?

દર્દી નું રોજિંદી પ્રક્રિયાઓ માં ધીમા પડી જવું, હાથ પગ માં ધ્રુજારી આવવી , હાથ પગ જકડાઈ જવા , શરીર નું સંતુલન બગડવું.
આ સિવાય અન્ય લક્ષણો માં અવાજ ધીમો થઇ જવો, લખાણ માં ફેરફાર થવો, અક્ષરો નાના થઇ જવા, યાદ શક્તિ કે સુગંધ પારખવાની શક્તિ ઓછી થવી, કબજિયાત, ડિપ્રેશન, ચિંતા નો ભોગ બનવું, ઊંઘ માં અનિયંત્રિત રીતે હાથ પગ હલવા વગેરે છે.

પાર્કિન્સન્સ ડિસીઝ નું નિદાન કઈ રીતે થાય છે?

આ રોગ નું નિદાન કોઈ ચોક્કસ તપાસ દ્વારા નહિ પરંતુ દર્દી ના લક્ષણો ની નિષ્ણાંતો દ્વારા ઓળખ પર થી થાય છે. મગજ નો એમ.આર.આઈ. પાર્કિન્સોનિઝમ ના અન્ય કારણો શોધવામાં મદદરૂપ થાય છે.

પાર્કિન્સન્સ ડિસીઝ ની સારવાર શું છે?

મેડિકલ ટ્રીટમેન્ટ-
મગજ માં ડોપામીન કેમિકલ નું પ્રમાણ વધારતી દવાઓ થી દર્દી ના લક્ષણો માં સુધારો આવે છે.

સર્જીકલ ટ્રીટમેન્ટ ( ડીપ બ્રેઈન સ્ટિમ્યુલેશન)-

અમુક વર્ષો પછી એડવાન્સ સ્ટેજ માં જયારે દવા ની અસર ધીમે ધીમે ઓછી થતી જાય, દવા ની વધુ પડતી અસર થી શરીર જયારે અનિયંત્રીત રીતે ડોલવા લાગે અથવા તો દર્દી ની ધ્રુજારી જયારે દવા ના મહત્તમ ડોઝ છતાં પણ કાબુ માં ના આવે ત્યારે એવા દર્દીઓ માટે ડીપ બ્રેઈન સ્ટિમ્યુલેશન નામ ની અતિ આધુનિક સર્જરી થી સારવાર થઇ શકે છે.
આ સર્જરી માં મગજ ના સબથાઇલૅમિક ન્યુક્લિઅસ નામ ના ભાગ માં ઈલેકટ્રોડ મુકવામાં આવે છે, જેને વાયર ની મદદ થી પેસમેકર બેટરી સાથે જોડવામાં આવે છે, અને આ બેટરી છાતી ના ઉપર ના ભાગ માં ચામડી ની અંદર ઇમ્પ્લાન્ટ કરવામાં આવે છે. જેમાંથી ઇલેક્ટ્રિકલ પલ્સ વાયર વડે ઈલેકટ્રોડ માં પસાર થાય છે અને દર્દી ના લક્ષણો માં સુધારો થાય છે
આમ કંપવાત સાથે જીવવું તે દર્દીઓ માટે પડકારજનક જરૂર છે પરંતુ ઝડપી નિદાન અને ડીપ બ્રેઈન સ્ટિમ્યુલેશન જેવી આધુનિક સારવાર થી જીવન ની ગુણવત્તા જાળવી રાખી કંપવાત સાથે સારી રીતે જીવવું શક્ય છે.

ડો. મિતેષ ચંદારાણા
MD , DM. (Neurology)
PDF (Movement Disorder)
( પાર્કિન્સન્સ ડિસીઝ અને મુવમેન્ટ ડિસઓર્ડર સ્પેસ્યાલીસ્ટ) અમદાવાદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here