6 વર્ષની બાળકીના હાથ ફ્રોક સાથે બાંધી ગેંગરેપ

0
28પૂર્વ દિલ્હીના ત્રિલોકપુરી વિસ્તારમાં બુધવારે રાત્રે 6 વર્ષની બાળકી પર શખસ દ્વારા ગેંગરેપ કર્યા હોવાની કરુણ ઘટના સામે આવી છે. આ ઘટનામાં પોલીસે બેમાંથી એક આરોપીની ધરપકડ કરી લીધી છે. પરિવારે પોલીસ પર FIR દાખલ કરવામાં આનાકાની કરવાનો આરોપ લગાવ્યો છે.

જે બાળકી હાલ સમજણી પણ થઈ નથી, તેના પર દુષ્કર્મીઓ દ્વારા બળાત્કાર ગુજારવામાં આવ્યો છે. દિલ્હીમાં રેપના કેસો દિવસે ને દિવસે વધી રહ્યા છે, થોડા દિવસ પહેલાં પણ બાળકી પર રેપની ઘટના સામે આવી હતી. એવામાં દિલ્હી હવે રેપનું પણ કેપિટલ બનતું જાય છે.

બાળકીના એક સંબંધીએ કહ્યું,’ તે રડતાં-રડતાં ઘરે આવી હતી, હાથ તેના ફ્રોક સાથે બાંધી દીધા હતા. તેણે કહ્યું, તેને ઈજા પહોંચી છે. પ્રાઈવેટ પાર્ટમાંથી લોહી નીકળતું હતું. ફરીવાર પૂછવા પર બાળકીએ જણાવ્યું કે મારી સાથે બળજબરી થઈ છે. દુષ્કર્મીઓએ પરિવારને કેસ નોંધાવતાં ધમકી આપી હતી.

બાળકીના પરિવારનો આરોપ છે કે દિલ્હી પોલીસ FIR દાખલ કરવામાં આનાકાની કરી રહી હતી. તેમનું કહેવું હતું કે આનાથી પરિવારની બદનામી થઈ જશે. જોકે પોલીસનો દાવો છે કે ઘટના પછી તરત જ FIR દાખલ કરવામાં આવી હતી.

DCP પ્રિયંકા કશ્યપ પ્રમાણે,’બાળકીનું મોડી રાત્રે મેડિકલ કરવામાં આવ્યું. તેની સ્થિતિ હાલ ઠીક છે. એવામાં તેને હોસ્પિટલમાં દાખલ નથી કરવામાં આવી. તેનું સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું છે. 34 વર્ષીયના એક પડોશીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પરિણીત છે. ‘

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here