મેરવદર થી ખારચીયા રોડ ની બદતર હાલત થી વાહન ચાલકો પરેશાન.

0
28


પ્રજા ત્રસ્ત… તંત્ર મસ્ત!!!

મેરવદર થી ખારચીયા રોડ રોડ અતિશય બદતર હાલત મા છે ઘણા સમયથી પ્રશ્ન ઉઠતા હોવાથી થોડાક દિવસ પહેલા તંત્ર દ્વારા આંગળી ના વેઢે ગણાય શકાય એટલા રોડ ખાડા રીપેર કરી દેવામા આવ્યા હતા તે પણ થોડાક વરસાદ થી તે ખાડા પણ ફરી ખાડા પડી ગયા છે અને તંત્ર સંતોષ માની લીધો છે.

મેરવદર થી ખારચીયા રોડ પર ઢાંક,રાજપરા,ચરેલીયા, આ બધા ગામો ને જોડતા મુખ્ય રસ્તો હોય પણ છેલ્લા કેટલા સમય થી આ રોડ નવો બનવવો પડે તેમ હોય છતા તંત્ર આખે પાટા બાંધી બેઠુ છે આ રોડ પર વાહન ચલાવવા તે જીવ ના જોખમ જેવુ છે તંત્ર આંખ ખોલી ને મેરવદર થી ખારચીયા રોડ પર નજર કરે તો સારું નહી તો કોઈ ના જીવ નુ કારણ બની શકે તેમ છે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે નવો રોડ બનાવે તેવી લોક માંગણીછે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here