ડાંગ:વઘઇ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે આગાખાન સંસ્થાના કર્મચારીઓ માટે ઇન સર્વિસ તાલીમ યોજાઇ

0
26ડાંગ:- મદન વૈષ્ણવ

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઇ (ડાંગ) દ્વારા આગાખાન સંસ્થાના કર્મચારીઓ માટે ઇન સર્વિસ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું

પ્રાપ્ત માહિતી મુજબ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઇ ખાતે ખેડૂતોના જ્ઞાનમાં વઘારો થાય તે માટે ખેડૂતલક્ષી તાલીમો સમયાંતરે થતી હોય છે. ખેડૂતોની સાથે સાથે ડાંગ જિલ્લામાં કાર્યરત એવી વિવિધ સંસ્થાઓના ફિલ્ડ લેવલના સ્ટાફના જ્ઞાનમાં ઉતરોત્તર વધારો થતો રહે તેના માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,વઘઇ દ્વારા દર વર્ષે ઇન સર્વિસ તાલીમનું આયોજન કરવામાં આવે છે.

આ વર્ષે પણ તારીખ ૧૨/૦૮/૨૦૨૧ ના રોજ આયોજિત “કૃષિ બાગાયત અને પાક સંરક્ષણને લગતી અદ્યતન માહિતી” વિષયક ઇન સર્વિસ તાલીમમાં કાર્યક્રમના અધ્યક્ષ એવા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઇના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો. જી. જી. ચૌહાણ દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરી તાલીમની શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કેન્દ્રના પાક ઉત્પાદનના વૈજ્ઞાનિક ડો. પ્રતિક જાવિયા દ્વારા વિવિધ કૃષિલક્ષી પ્રશ્નોનું માર્ગદર્શન અને નિરાકરણ લાવવામાં આવ્યું હતું

આ કાર્યક્રમમાં કેન્દ્રના પાક ઉત્પાદનના વૈજ્ઞાનિક ડો. પ્રતિક જાવિયા દ્વારા વિવિધ કૃષિલક્ષી પ્રશ્નોનું માર્ગદર્શન અને નિરાકરણ લાવવામાં આવ્યું હતું.

શ્રી હર્ષદ પ્રજાપતિ વૈજ્ઞાનિક (બાગાયત) દ્વારા તાલીમાર્થીઓને કૃષિ યુનિવર્સિટીની વિકસાવેલી વિવિધ બાગાયતલક્ષી અદ્યતન ટેકનોલૉજી તથા ભલામણો વિષે જણાવવામાં આવ્યું હતું અને આ માહિતીને ખેડૂતો સુધી પહોંચાડવા હાંકલ કરવામાં હતી. પાક સંરક્ષણના વૈજ્ઞાનિક શ્રી બી. એમ. વહુનીયા દ્વારા વિવિધ પાકોમાં આવતા મુખ્ય રોગ-જીવાતની ઓળખ અને તેના નિયંત્રણ વિશે વિસ્તારથી માહિતી આપવામાં આવી હતી.
તાલીમના અંતમાં તાલીમાર્થીઓએ કે.વી.કે.,વઘઈના વિવિધ નિદર્શન યુનિટની મુલાકાત લઈ તેની સઘળી માહિતી મેળવી હતી. તાલીમમાં ભાગ લેનાર તાલીમાર્થીઓના કે.વી.કે., વઘઇ દ્વારા બનાવેલ અદ્યતન વિવિધ વિષયના ૨૦ જેટલા ફોલ્ડરનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આગાખાન સંસ્થાના ૨૯ જેટલા ફિલ્ડ લેવલ સ્ટાફે હાજરી આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here