મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની ઓનલાઇન વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં “આત્મનિર્ભર નારી શક્તિ સંવાદ” નો કાર્યક્રમ યોજાયો

0
32


આસીફ શેખ લુણાવાડા

દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતમાં ગ્રામીણ સ્વ-સહાય જુથોની સશકત બહેનો સાથે “આત્મનિર્ભર મહિલા શક્તિ સંવાદ” ના યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રીમતી રમીલાબેન ડામોર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી કે.ડી.લાખાણીની ઉપસ્થિતિમાં બાવન પાટીદાર સમાજઘર, લુણાવાડા ખાતે “આત્મનિર્ભર નારી શક્તિ સંવાદ” કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મૂક્યો હતો.

જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ડામોરે જણાવ્યું હતું કે, ગુજરતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી તેમજ રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે પ્રધાનમંત્રી વિમા યોજના, કન્યા કેળવણી યોજના સહિત અનેકવિધ મહિલા ઉત્કર્ષલક્ષી યોજનાઓ અમલમાં મુકીને છેવાડાની મહિલાઓને પગભર બનાવી છે.

મહીસાગર જિલ્લામાં એન આર એલ એમ યોજના મિશન મંગલમ્ દ્વારા સહાય જૂથો અને ગ્રામ સંગઠનની બહેનોને રીવોલ્વીંગ ફંડ અને કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ ચૂકવવામાં આવે છે જેમાં મહિસાગર જિલ્લાના કુલ વાર્ષિક લક્ષ્યાંક મુજબ રીવોલ્વીંગ ફંડ ૭૫૦ એસએચજી અને ઇન્વેસ્ટમેન્ટ ફંડ ૭૫૦ એસ એચ જીને ચૂકવવાનું છે જેમાં આજના પ્રધાનમંત્રીશ્રીના આત્મનિર્ભર નારીશક્તિ સાથેના સંવાદ કાર્યક્રમમાં કુલ ૩૯ સેલ્ફ હેલ્પ ગૃપને રિવોલ્વિંગ ફંડ રૂ.૬૮.૦૦ લાખ અને કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ રૂ.૪૭.૬૦ લાખ એસ.એસ.જી અને ગ્રામ સંગઠનના એકાઉન્ટમાં ઓનલાઇન ટ્રાન્સફર કરવાના લક્ષ્યાંક મુજબ કાર્યક્રમ દરમિયાન ઓનલાઇન ફંડ ટ્રાન્સફર કરવામાં આવ્યું છે.

પ્રારંભમાં ખાનપુર તાલુકા વિકાસ અધિકારીશ્રીએ સૌની આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. અંતમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ઇનચાર્જ નીયામકશ્રી પાટીદારે આભારદર્શન કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here