ડેડીયાપાડા ના ખાબજી મંડાળા ગામે સિંહ દેખાયા હોવાની વાત અફવાહ

0
81


ડેડીયાપાડા ના ખાબજી મંડાળા ગામે સિંહ દેખાયા હોવાની વાત અફવાહ

છેલ્લા ઘણા સમય થી સિંહ દેખાયાના ફોટા સોશ્યલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.

જુનેદ ખત્રી : રાજપીપલા

છેલ્લા ઘણા સમય થી ડેડીયાપાડા વિસ્તારમાં સિંહ દેખાયા હોવાના ફોટા સોશ્યલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે જોકે

જે બાબતે મિડીયા દ્વારા પુષ્ટી કરાતા આ ફોટા ફેક હોવાનું માલુમ પડ્યું છે. જોકે RFO જે. એ.ખોખર રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર, સોરાપાડા રેન્જ સાથે ની ટેલીફોનીક વાત થતા આ વાયરલ થયેલ ફોટા ગીરનું હોવાનું બહાર આવ્યું છે. આવા કોઈ સિંહ આપણા વિસ્તાર માં નથી તેમ પણ તેઓએ જણાવ્યું હતું, તેમજ લોકોએ આવા ફેક મેસેજ થી ઘબરાવું નહિ અને આવા મેસેજ વાઇરલ કરવા નહિ જેથી ખોટી અફવા ના ફેલાઈ જે બાબતની અપીલ ફોરેસ્ટ વિભાગ દ્વારા જણાવામાં આવી છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here