નાંદોદ ના શહેરાવ ગામની સીમમાંથી ૨૯.૨૬ હજાર ના વિદેશી દારૂ સહિત મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડતી એલ.સી.બી. નર્મદા

0
24નાંદોદ ના શહેરાવ ગામની સીમમાંથી ૨૯.૨૬ હજાર ના વિદેશી દારૂ સહિત મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડતી એલ.સી.બી. નર્મદા

રાજપીપળા : જુનેદ ખત્રી

નર્મદા જિલ્લા એલ.સી.બી દ્વારા જિલ્લામાં બનતા ગુનાહિત પ્રવૃત્તિઓ રોકવા તેમજ અનડીટેકટ ગુનાહો શોધવામાં હાલ સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે હાલમાંજ નંદોદ ના શહેરાવ ગામની સિમ માંથી વિદેશી દારૂ સાથે બે આરોપીઓ ને ઝડપી પડ્યા છે એક ને વોન્ટેડ જાહેર કરી પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે

પ્રાપ્ત માહિતી મુજબ એલ.સી.બી નર્મદા ના પોલીસ માણસોએ શહેરાવ ગામની સીમમા વિદેશી દારૂ સંતાડેલ હોવાની બાતમી આધારે શહેરાવ ગામની સીમમા તપાસ કરતા આ કામે આરોપીઓ રાજેન્દ્રસિંહ ઉર્ફે લાલો નરેન્દ્રસિંહ રાઠોડ તથા ગજેન્દ્રસિંહ માનસિંહ પરમાર બંન્ને રહે. શહેરાવ તા.નાંદોદનાને ઝડપી શહેરાવ સીમમાં સંતાડેલ વિદેશી દારૂની બોટલ નંગ-૧૮૭ કિ.રૂ.૨૯,૨૬૦/- તથા મો.સા.નંગ-૧ કિ.રૂ.૧૦,૦૦૦/- તથા મોબાઇલ મળી કુલ્લે કિ.રૂ. ૪૨,૨૬૦/- નો મુદ્દામાલ સાથે બન્ને આરોપીઓને ઝડપી આ મુદ્દામાલ બાબતે પુછપરછ કરતા આરોપી સુનિલભાઇ મુકેશભાઇ તડવી રહે.ગણસીંડા તા.તિલકવાડાનાને વોન્ટેડ જાહેર કરી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી રાજપીપલા પો.સ્ટે.માં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here