આહવા સરકારી આર્ટ્સ અને કોમર્સ કોલેજમાં અનુસ્નાતક કેન્દ્રોનાં પ્રવેશ કરી કાર્યરત કરાશે..

0
29


ડાંગ:- મદન વૈષ્ણવ

શૈક્ષણિક વર્ષ 2021-22માં ડાંગ જિલ્લાની સરકારી આર્ટસ અને કોમર્સ કોલેજ આહવામાં અનુસ્નાતક કેન્દ્રોનાં પ્રવેશ કરી કાર્યરત કરવામાં આવશે…

પ્રાપ્ત વિગતો અનુસાર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત સંલગ્ન ડાગં જિલ્લાની આહવા સરકારી કોલેજમાં સ્નાતક કક્ષાએથી દર વર્ષે 500 કરતા પણ વધારે વિદ્યાર્થીઓ સ્નાતકની ડીગ્રી પુરી કરી બહાર નીકળી રહયા છે.આ આદિવાસી વિદ્યાર્થીઓને અનુસ્નાતક કોર્ષનાં વિષયોનાં અભ્યાસ માટે ઘરમપૂર, રાજપીપળા ,નવસારી,જંબુસર, સુરત જેવા સ્થળોએ પ્રવેશ લઈ ભણવુ પડતુ હતુ.આ વિદ્યાર્થીઓને અન્ય જીલ્લાઓમાં હોસ્ટેલમાં પ્રવેશ ન મળવાનાં કારણે રૂમો ભાડે રાખીને અભ્યાસ પૂરો કરવો પડતો હતો.અહી અન્ય જિલ્લાઓમાં ભણવા અને રહેવાનો ખર્ચ ન ઉઠાવી શકનાર આદિવાસી વિદ્યાર્થીઓને અમુક સમયે અભ્યાસ છોડવાની નોબત પણ ઉભી થતી હતી.જેના કારણે ડાંગ જિલ્લામાં ડ્રોપઆઉટનો રેસીયો વધી રહ્યો હતો.જેથી આદિવાસી વિદ્યાર્થીઓનાં હિત માટે ડાંગ જિલ્લા NSUI વતી અધ્યક્ષ પરેશ ચૌધરી અને NSUI તાપી જિલ્લાનાં કાર્યકર અવિનાશ જાદવ,ડાંગ જિલ્લા NSUIનાં તુષાર કામડી,રાકેશ પવાર, વિનોદ ભોયે,સ્નેહલ ઠાકરે સહીતનાઓએ અગાઉ ડાંગ જિલ્લા કલેકટર સહીત આહવા કોલેજનાં આચાર્ય ડો.ઉત્તમભાઈ ગાંગૂડેને 10/08/2020નાં રોજ લેખિતમાં રજુઆત કરવામા આવી હતી.જે રજુઆતને ધ્યાનમાં રાખી પી.જી કોર્ષની માહીતી એકઠી કરવામાં આવી હતી.અને રાજ્ય સરકાર દ્વારા શૈક્ષણિક વર્ષ 2021- 22માં સરકારી આર્ટસ અને કોમર્સ કોલેજ આહવામાં અનુસ્નાતક કોર્ષનાં વિષયોમાં MA-સમાજશાસ્ત્ર,MA-અંગ્રેજી ,Ma-ગુજરાતી,Ma-સંસ્કૃત અનુસ્નાતક કેન્દ્રો શરૂ કરવા વિગતો સહિત નિયત નમુનામાં મજુંરી મેળવવા દરખાસ્ત કરવા VNSGU યુનિવર્સીટી સુરતને કરવાનાં સૂચનો કર્યા હતા.જે અનુસંધાને તા: 11 /08 /2021નાં રોજ ડાંગ જિલ્લાની સરકારી આર્ટસ અને કોમર્સ કોલેજ આહવામાં MA-સમાજશાસ્ત્ર, MA-અંગ્રેજી, Ma-ગુજરાતી, Ma-સંસ્કૃતનાં વિષયોનો અનુસ્નાતક કોર્ષની મંજૂરી આપી છે.ડાંગ જિલ્લા NSUIની રજુઆતનાં પગલે વિદ્યાર્થીઓનાં હિત માટે ડાંગ જિલ્લાની સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ આહવામાં અનુસ્નાતક કોર્ષોનાં સેન્ટરો કાર્યરત કરવામા આવશે.જેથી આદિવાસી આંતરિયાળ વિસ્તારમાં પ્રથમ વખત અનુસ્નાતક કોર્ષ શરૂ થવાથી ડાંગ જિલ્લાનાં વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ સરળપણે કરશે અને ઘરઆંગણે શિક્ષણની દ્રષ્ટીએ આગળ વધશે જેમાં બેમત નથી..LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here