જીતનગર જેલમાં સજા કાપી રહેલા કાચા કામના કેદીનું કોરોનાની સારવાર દરમિયાન રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં મોત

0
21


જીતનગર જેલમાં સજા કાપી રહેલા કાચા કામના કેદીનું કોરોનાની સારવાર દરમિયાન રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં મોત

રાજપીપળા : જુનેદ ખત્રી

જીતનગર જિલ્લા જેલમાં સજા કાપી રહેલા કેદીનો કોરોના રિપોર્ટ પોજેટિવ આવતા તેને સારવાર અર્થે રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ સારવાર દરમિયાન મોત થયું હતું.

મળતી માહિતી અનુસાર હુસીયાભાઈ છીબાભાઈ વસાવા રહે.કાકડવા તા.નાદોદ. જી.નર્મદા,આમલેથા પોલીસ સ્ટેશન ના NDPS Act ના ગુન્હામા જીતનગર જીલ્લા જેલ ખાતે કાચા કામના આરોપી તરીકે દાખલ હતા જેમને તા.૨૨/૦૪/૨૦૨૧ નારોજ શ્વાસની તકલીફ થતા જનરલ હોસ્પીટલ રાજપીપળા ખાતે સારવાર અર્થે મોકલતા મેડીકલ ઓફિસરના અભિપ્રાય મુજબ કોવીડ હોસ્પીટલ રાજપીપલા ખાતે દાખલ કરતા તેમનો કોરોના રિપોર્ટ પોઝેટીવ આવતા સારવાર માટે દાખલ કરતા તેમનું તા.૧૫/૦૫/૨૧ નારોજ સવારના ૦૯ કલાકે મોત થયું હતું એ બાબતે ભેટ્યો હોય આ બાબતે જેલના ઇન્ચાર્જ અધિક્ષક લાલચંદ મગનમલ બાલમેરા એ તા.10 ઓગસ્ટ એ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે અકસ્માત મોત નોંધી છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here