વિજાપુર તાલુકામાં શ્રાવણીયો જુગાર રમતા સાત ઝડપાયા

0
27


વિજાપુર શ્રાવણીયા જુગાર ઉપર પોલીસ ની તરાપ ગ્રામ્ય વિસ્તારોમાં જુગાર રમતા સાત ઝડપાયા

વિજાપુર તાલુકા ના ગ્રામ્ય વિસ્તારોમાં શ્રાવણ માસ માં ગ્રામ્ય વિસ્તારોમાં લોકો જુગાર રમતા હોવાની માહીતી મેળવી પોલીસે પિલવાઇ કોટડી ખણુસા ભાવસોર રેલ્વે સ્ટેશન છાપરા માં ત્રણ જગ્યાએ રેડ કરતા જુગાર રમતા કુલ સાત લોકોને ઝડપી પાડ્યા હતા જ્યારે અન્ય જુગારીયા ઓ ફરાર થઇ ગયા હતા પોલીસે પિલવાઇ માં ત્રણ તેમજ ભાવસોર થી બે તેમજ કોટડી પાસેથી બે કુલ સાત લોકો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ અંગેની મળતી માહીતી મુજબ સ્થાનીક પોલીસ મથકે શ્રાવણ માસ માં લોકો ભેગા મળીને જુગાર રમતા હોવાની માહીતી ના આધારે પેટ્રોલિંગ કરતા ખાનગી રાહે બાતમી મળી હતી કે ભાવસોર ના રેલવે પાસેના છાપરા માં જુગાર રમાય છે જેની હકીકત મેળવવા માટે તપાસ કરતા કુલદીપ બાબુજી ઠાકોર તેમજ કીશન અમૃતજી ઠાકોર પાસેથી વરલી મટકા ના સાહીત્ય સાથે કુલ રોકડ ૪૩૦/- સાથે ઝડપાયા હતા તદ ઉપરાંત કરેલી રેડ માં ખણુસા કોટડી બસ સ્ટેન્ડ પાસે થી લોકો ભેગા થઈ જુગાર રમતા ૧૦૨૦/-ની રોકડ સાથે મુકેશજી કાળાજી ઠાકોર તેમજ પ્રતાપજી લક્ષ્મણજી ઠાકોર તેમજ પિલવાઇ ગામ પાસેથી શિવ મેટલ ની પાછળ થી ૩૮૩૦/-રૂપિયા ની રોકડ સાથે વિહોલ જીતેન્દ્ર સિંહ ઉર્ફે જગુજી લક્ષ્મણજી તેમજ ચૌહાણ વણકર બાબુભાઇ રામજીભાઈ તેમજ વિહોલ રોહિતસિંહ સેંધાજી સહીત સાત જુગારીયા ઓને ઝડપી પાડીને કુલ રૂ ૫૨૮૦/- નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
સૈયદજી બુખારી વિજાપુરLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here