રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજયંતીની ઉજવણી નીમીત્તે વકૃત્વ અને લોકગીત સ્પર્ધાનું આયોજન

0
45આસીફ શેખ લુણાવાડા

મહીસાગર જિલ્લાની “વકૃત્વ અને લોકગીત “ સ્પર્ધા યોજાશે.

એન્ટ્રી સ્વીકારવાની તારીખ: ૦૭/૦૮/૨૦૨૧ થી ૧૮/૦૮/૨૦૨૧ દરમ્યાન રહેશે.

લુણાવાડા,

ચાલુ વર્ષે રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની ૧૨૫ મી જન્મજયંતીની ઉજવણી નિમિતે “વકતૃત્વ અને લોકગીત” સ્પર્ધાનું આયોજન કરવાનું થાય છે.

હાલના કોરોના (કોવિડ-૧૯)ની મહામારીના વિષમ સંજોગોમાં આ હેતુને સૂચારૂ પાર પાડવા રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર હસ્તકની કમિશ્નરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર તથા જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી મહીસાગર દ્વારા સંયુક્ત રીતે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. આ સ્પર્ધાઓ બે વયજુથમાં યોજાનાર છે જેમાં ૧૫ થી ૩૫ વર્ષ સુધીના અને ૩૫ વર્ષથી ઉપરની વયજુથ ધરાવતા કલાકારો ભાગ લઈ શકશે જેની જન્મતારીખ ૩૧/૧૨/૨૦૨૧ ને ધ્યાને રાખીને ગણવાની રહેશે.

આ સ્પર્ધાની વિડીયો ક્લિપ નિયમોનુસાર સ્પર્ધાકે પોતાનું નામ, સરનામું, સંપર્ક નંબર તથા ઇ મેઈલ એડ્રેસ શાળાનું નામ સરનામું વગેરે બાબતોનો ઉલ્લેખ વિડિયોમાં કરવાનો રહેશે. વિડીયો તૈયાર કરી તેની સાથે આધારકાર્ડ/ચુટણીકાર્ડ/ડ્રાઇવિંગ લાઇસન્સની નકલ તેમજ બેન્ક પાસબૂકની નકલ સાથે  તા. ૦૭/૦૮/૨૦૨૧ થી ૧૮/૦૮/૨૦૨૧ બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, રૂમ નંબર ૨૩૨, બીજો માળ, કલેક્ટર કચેરી ,લુણાવાડા જી-મહીસાગર ખાતે જિલ્લા રમત ગમત અધિકારીને પહોચતી કરવાની રહેશે. વકતૃત્વ સ્પર્ધાનો વિષય રાષ્ટ્રીય શાયર સ્વ. ઝવેરચંદ મેઘાણી અને લોકગીત સ્પર્ધા શ્રી ઝવેરચંદ મેઘાણીરચિત પર યોજવાની રહેશે.

જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પ્રથમ વિજેતાને રૂ ૧૦૦૦/- , દ્વિતીય વિજેતાને રૂ.૭૫૦/- તેમજ તૃતીય વિજેતાને રૂ. ૫૦૦/- ઈનામ આપવામાં આવશે.તેમ જિલ્લા રમતગમત અધિકારીશ્રીની અખબારીયાદીમાં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here