નારાયણ સાંઇના પેરોલ પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક

0
16


દુષ્કર્મના કેસમાં આજીવન સજા ભોગવી રહેલા આસારામના પુત્ર નારાયણ સાઈના બે અઠવાડિયાના પેરોલ પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે. હકીકતમાં ગુજરાત હાઈકોર્ટે નારાયણ સાઈના બે અઠવાડિયાની પેરોલ મંજૂરી કરી હતી. હાઈકોર્ટના નિર્ણયને પડકાર આપતા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને ફગાવતા નારાયણ સાંઇની બે અઠવાડિયાની પેરોલ પર રોક લગાવી છે.

સોલિસિટર જનરલ તુષાર મેહતા હાઈકોર્ટના જૂનના આદેશને પડકારવા માટે ગુજરાત સરકાર વતી રજૂ થયા હતા. અગાઉ નારાયણ સાંઇએ 14 દિવસની જામીન માટે અરજી કરી હતી, તે અરજી હાઈકોર્ટે મંજૂર કરી હતી.

આસારામના પુત્ર નારાયણ સાંઇને બળાત્કારના કેસમાં સુરતની સેશન કોર્ટે દોષિત કરાર આપતા સજા સંભળાવી હતી. નારાયણને બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા આપવામાં આવી હતી. આ સાથે તેને 1 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. નારાયણ સાંઇને સુરતની બે બહેનો પર બળાત્કાર કરવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યો હતો. સુરતની સેશન્સ કોર્ટે લગભગ 11 વર્ષ જૂના કેસમાં સજાની જાહેરાત કરી હતી.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here