દુષ્કર્મથી ગર્ભવતી બનેલ 17 વર્ષની કિશોરીને કોર્ટે ગર્ભપાતની મંજૂરી આપી

0
32


કલોલ તાલુકાના એક ગામમાં રહેતો પરિવાર ખેતરમાં કામ કરી ગુજરાન ચલાવે છે. એક દિવસ કિશોરી ખેતરમાં કામ કરતી હતી ત્યારે અજાણ્યા વ્યક્તિએ ત્યાં આ કિશોરી જોડે બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. જોકે તે સમયએ કિશોરીએ આ ઘટના વિશે કોઈને જાણ કરી ન હતી. 6 મહિના બાદ આ કિશોરીમાં ઘણા બદલાવ જોવા મળ્યા તેથી તેની માતાએ આ માટે તેને હોસ્પિટલ લઈ ગઈ અને તપાસ કરાવી હતી. જેમાં એવી હકીકત સામે આવી કે આ કિશોરીના શરીરમાં 25 સપ્તાહનું ગર્ભ છે.

ત્યારબાદ પરિવારમાં આ મામલે ઘણા તર્કવિતર્ક સર્જાય બાદ કિશોરીએ હકીકત જણાવી જેથી તેના પરિવારે પોલીસ સ્ટેશનમાં જઈને ઈસમ સામે ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ 17 વર્ષીય કિશોરીના પિતાએ પુત્રીનો ગર્ભપાત કરાવવા માટે હાઇકોર્ટેમાં પિટિશન દાખલ કરી હતી. જેમાં કોર્ટે કહ્યું હતું કે, આ કિશોરીના જીવને જોખમમાં નાખીને કોઈ નિર્ણય ન લેવાય તેને હોસ્પિટલમાં દાખલ કરો અને ડોક્ટર જોડે તેના સ્વાસ્થ્યના રિપોર્ટ તૈયાર કરાવો ત્યારબાદ કોઈ નિર્ણય લેવાશે. જોકે સોલા સિવિલ હોસ્પિટલમાં આ કિશોરીને એડમિટ કર્યા બાદ તમામ રિપોર્ટ નોર્મલ આવતા હાઇકોર્ટે આ પુત્રીને ગર્ભપાત માટેની મંજૂરી આપી છે.

The post દુષ્કર્મથી ગર્ભવતી બનેલ 17 વર્ષની કિશોરીને કોર્ટે ગર્ભપાતની મંજૂરી આપી appeared first on Vatsalyam Samachar.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here