પ્રધાનમંત્રીશ્રી દ્વારા સ્‍વસહાય જૂથનાં સભ્‍યો સાથે લાઇવ સંવાદ કાર્યક્રમ યોજાયો

0
56


🔸ભરૂચ જિલ્લામાં ૮૪ સ્વસહાય જુથોને કુલ રકમ દસ લાખ પાંચ હજાર ૧૦,૦૫,૦૦૦/- રીવોલ્વીંગફંડ ૧૧ ગ્રામ સંગઠનને કુલ રૂપિયા ૭૭ લાખ સામુદાયિક રોકાણ ભંડોળ અને ભરૂચ તાલુકામાં ૫ સ્વસહાય જૂથોને ૫૫૦૦૦/-, ચાર ગ્રામ સંગઠનને ૨૮ લાખ રૂપિયાની (સીઆઈએફ) નાં ચેકો ઉપસ્થિત મહાનુભાવો અને અધિકારીશ્રીઓ નાં હસ્તે એનાયત

🔸રાજ્ય સરકાર દ્વારા બહેનોને મળતી તમામ યોજનાઓનો લાભ લેવા લઈ આત્મનિર્ભર બનવા ધારાસભ્યશ્રી દુષ્યંતભાઈ પટેલનો અનુરોધ

✍️ રિપોર્ટર: મનિષ કંસારા
ભરૂચઃ ગ્રામ્ય વિસ્તારની બહેનો અને સંગઠિત કરીને તેઓને આર્થિક સામાજિક શૈક્ષણિક તથા રાજકીય રીતે પગભર કરી રાજ્ય અને કેન્દ્ર સરકારનો સ્ત્રી સશક્તિકરણનો અભિગમ રહેલો છે બહેનોમાં સંગઠિત થવાની ભાવના વધે અને સંગઠિત થવાનાં પરિણામે રાજ્ય સરકાર દ્વારા અમલીકરણ થતી વિવિધ યોજનાનો લાભ મળે તે અત્યંત જરૂરી છે સાથો સાથ ગ્રામીણ મહિલાઓ જુથમાં સંગઠીત થઈ બચત કરી આંતરિક ધિરાણનો અભિગમ અપનાવે તો તેની નાની-મોટી જરૂરિયાતો સંતોષી શકાય તેને ધ્યાનમાં રાખીને ગ્રામ્ય મહિલાઓના જુથો રચી સંગઠીત કરી શકાય છે એ સંદર્ભે ભરૂચ જિલ્લામાં પ્રધાનમંત્રીશ્રી દ્વારા SHG ગ્રુપની મહિલાઓ સાથેનો સંવાદ કાર્યક્રમ ભરૂચ ખાતે બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે ધારાસભ્યશ્રી દુષ્યંતભાઈ પટેલ, જિલ્લા પંચાયતનાં પ્રમુખ શ્રીમતી અલ્પાબેન પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશ ચૌધરી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી સી.વી. લત્તાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો.
આ વેળાએ ધારાસભ્યશ્રી દુષ્યંતભાઈ પટેલે સરકાર દ્વારા મળતી વિવિધ લાભદાયી યોજનાઓ વિશે ઉપસ્થિત સૌને માહિતગાર કર્યા હતા. તેમણે ઉપસ્થિત બહેનોને પોતાની દીકરીને ભણાવવા માટે ખાસ અપીલ કરી હતી અને રાજ્ય સરકાર દ્વારા બહેનોને મળતી તમામ યોજનાઓનો લાભ લેવા લઈ આત્મનિર્ભર બનવા અનુરોધ કર્યો હતો.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશભાઈ ચૌધરીએ મહિલાઓ માત્ર ઘરકામ જ કરી શકે એ માનસિકતાનો અંત લાવવાની જરૂર છે તેમ જણાવી બહેનો જાતે આત્મનિર્ભર બને અને સરકારની દરેક લાભદાયી યોજનાઓ લઈ ફંડમાં આવકનાં શ્રોત ઉભા કરવાં અનુરોધ કર્યો હતો
જિલ્લા પંચાયતનાં પ્રમુખ શ્રીમતી અલ્પાબેન પટેલ અને તાલુકા પંચાયતનાં પ્રમુખ શ્રીમતી મોનાબેન પટેલે રાજ્ય સરકાર દ્વારા અમલિત મહિલાલક્ષી યોજનાઓની જાણકારી આપી હતી.
આ વેળાએ દિલ્હીથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું બહેનો સાથેનો સંવાદનું પણ જીવંત પ્રસારણ સૌએ નિહાળયું હતું .
આ અવસરે ભરૂચ જિલ્લામાં ૮૪ સ્વસહાય જુથોને કુલ રકમ દસ લાખ પાંચ હજાર ૧૦,૦૫,૦૦૦-/ રીવોલ્વીંગફંડ (ફરતું ભંડોળ) અને ૧૧ ગ્રામ સંગઠનને કુલ રૂપિયા ૭૭ લાખ (સામુદાયિક રોકાણ ભંડોળ) અને ભરૂચ તાલુકામાં ૫ સ્વસહાય જૂથોને ૫૫૦૦૦/-, ચાર ગ્રામ સંગઠનને ૨૮ લાખ રૂપિયાની (સીઆઈએફ) ના ચેકો ઉપસ્થિત મહાનુભાવો અને અધિકારીશ્રીઓના હસ્તે આપવામાં આવ્યાં હતાં.
આ કાર્યક્રમમાં ડીઆરડીએનો સ્ટાફ તથા મોટી સંખ્યામાં સ્વસહાય જૂથની બહેનો ઉપસ્થિત રહી હતી.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here