.૧૦૦૦ કરોડનાં બોગસ બીલીંગ કૌભાડનો રેલો હવે અધિકારીઓ સુધી પહોંચ્યો

0
70


રાજયનાં વેરા વિભાગમાં ભારે ચર્ચાસ્પદ બનેલા ભાવનગરમાંથી બહાર આવેલા રુ.૧૦૦૦ કરોડનાં બોગસ બીલીંગ કૌભાડનો રેલો હવે અધિકારીઓ સુધી પહોંચ્યો છે.  ભાવનગરમાં ફરજ બજાવી ચૂકેલા અને હાલ રાજકોટમાં ફરજ બજાવતા ડેપ્યુટી કમિશનર સહિત બે ઉચ્ચ અધિકારીઓને આજે સસ્પેન્ડ કરી દેવાનો હુકમ કરવામાં આવતા વિભાગમાં ભારે સોપો પડી ગયો હતો.

જીએસટી એન્ફોર્સમેન્ટ વીંગ હેઠળનાં રાજકોટ  ફલાઈંગ સ્કવોડનાં ડેપ્યુટી કમિશનર તરીકે ફરજ  બજાવતા સંજય ગાંધી અને આસિ. કમિશનર તરીકે ફરજ બજાવતા એચ.કે.માલવીયાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે નાયબ કમિશનર સંજય ગાંધી અગાઉ ભાવનગર ખાતે ફરજ બજાવતા હતા અને દોઢ – બે મહિના પહેલા જ તેમને જીએસટી રાજકોટ મોબાઈલ સ્કવોડનો ચાર્જ  સોંપવામાં આવ્યો હતો. સહાયક કમિશનર એચ.કે.માલવીયા પણ ભાવનગર  ફરજ બજાવતા હતા અને તાજેતરમાં જ તેની બદલી રાજકોટ ખાતે કરવામાં આવી હતી.

ડેપ્યુટી કમિશનર ગાંધી ભાવનગરમાં આસિ.કમિશનર તરીકે ફરજ બજાવતા હતા તેમને પ્રમોશન આપીને સરકારે રાજકોટ ખાતે મુકયા હતા. દરમિયાન ભાવનગરનાં કરોડોનાં બોગસ બીલીંગ કૌંભાડની તપાસમાં કેટલાક અધિકારીઓની સંડોવણી બહાર આવતા સરકારે અગાઉ ભાવનગરથી ૩૬ અધિકારીઓની તત્કાળ બદલી કરીને રાજયનાં અન્ય શહેરોમાં મુકયા હતા. રાજકોટ ખાતે હાલ ફરજ બજાવતા ડે.કમિશનર  અને આસિ.કમિશનર બંને ઉચ્ચ અધિકારીઓની પણ આ કૌભાંડમાં કોઈ સંડોવણી બહાર આવી હોવાનાં પગલે જ સરકારે બંનેને સસ્પેન્ડ કર્યા હોવાની વિભાગમાં ચર્ચા છે.

ભાવનગરનાં કરોડોનાં સ્ટેટ જીએસટીનાં બોગસ બીલીંગ કૌભાંડમાં અધિકારીઓની પણ મીલીભગત બહાર આવી રહી છે. વિભાગમાં આ મામલો હાલ ભારે ચર્ચામાં છે. અધિકારીઓનાં જણાંવ્યા મુજબ સામાન્ય રીતે કોઈ અધિકારી સામે ખાતાકીય તપાસનાં આદેશો કર્યા બાદ તેમાં સંડોવણી ખુલે તો સસ્પેન્ડ કરવાનું પગલું લેવામાં આવે છે પરંતુ આજે બે અધિકારીઓને સીધા સસ્પેન્ડ કરી દેવામાં આવતા સરકારે આ મામલાને ગંભીરતાથી લીધો હોવાના સંકેતો આપ્યા છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here