રાજપીપળા કરજણ કોલોની માં મકાનમાંથી રૂ. ૧.૪૫ લાખના ઘરેણાની ચોરી

0
32


રાજપીપળા કરજણ કોલોની માં મકાનમાંથી રૂ. ૧.૪૫ લાખના ઘરેણાની ચોરી

રાજપીપળા : જુનેદ ખત્રી

રાજપીપળા કરજણ કોલોનીના મકાનમાંથી રૂપિયા ૧.૪૫ લાખના સોના,ચાંદીના ઘરેણાંની ચોરી થતા રાજપીપળા પોલીએ મથક માં  ફરીયાદ નોંધાઈ છે.

રાજપીપળા પોલીસ મથક માં દાખલ ફરિયાદ મુજબ ઝઘડીયાની બિરલા સેન્ચુરીમાં કામ કરતા અવિચલદાસ રતિલાલ તડવી રહે. કરજણ કોલોની કેટેગરી -૩,વડીયા તા.નાંદોદ ના ઘરે કોઈ અજાણ્યો તસ્કર તા.૧૫/૦૮/૨૦૨૧ ના સવારે ૪ વાગ્યા થી ૭ વાગ્યાના સમયગાળા દરમિયાન તેમના મકાનનું તાળું તોડી તિજોરીમાં મુકેલા સોનાના ચાંદીના ઘરેણાની કુલ કિ.રૂ. ૧.૪૫ લાખની ચોરી કરી ગયો હતો. આ ઉપરાંત તેમની નજીકના બ્લોકમા રહેતા જયપાલસિંહ પુવારસિંહ બાપુ તેમજ રૂમ નં-૮મા રહેતા નિલેશભાઈ મોહનભાઈ નકુમના બંધ મકાનનું પણ તાળું તોડ્યું હતું, પરંતુ કોઇ ચીજવસ્તુ ચોરાઈ નથી. આ બાબતે રાજપીપળા આ પોલીસે ચોરીનો ગુનો નોંધ્યો છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here