હાલોલના વૈષ્ણવ મંદિરોમાં હિંડોળા મહોત્સવનો પ્રારંભ,દર્શનનો લાહવો માનતા વૈષ્ણવો.

0
28


પંચમહાલ.હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી

હાલમાં ચાલી રહેલા પવિત્ર શ્રવણ માસ માં પુષ્ટિમાર્ગીય મંદિરોમાં શ્રી ઠાકોરજી ને શુશોભીત હિંડોળા માં બિરાજમાન કરી ભાવથી ઝૂલવામાં આવે છે. હાલોલ ખાતે હિંડોળા મહોત્સવ માં ગતરોજ પૂ.પા.ગોસ્વામી ૧૦૮ શ્રી.ડો વાગીશ કુમાર મહારાજ પધારતા વૈષ્ણવો હર્ષ ઉલ્લાસ જોવા મળ્યો હતો. મહારાજશ્રી સ્વાહસ્તે શ્રી ઠાકોરજીને હિંડોલમાં ઝુલાવતા વૈષ્ણવ શ્રી ઠાકોરજીના દર્શન કરી ધન્ય બન્યા હતા.શ્રાવણ માસ એટલે પવિત્ર માસ દાન-પુણ્ય ધર્મ અને ભક્તિમાં ઓતપ્રોત થવા નો મહિમા એટલે પવિત્ર શ્રાવણ માસ, પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ હવેલીઓમાં શ્રાવણ માસ પર્વ નિમિત્તે પ્રભુ શ્રીદ્વારકાધીશ મંદિરોમાં પ્રભુને ઝૂલે ઝુલાવવાનો અવસર એટલે હિંડોળા મહોત્સવ. આ મહોત્સવમાં શ્રી ઠાકોરજીને અવ નવા આકર્ષિત, કલાકૃતિઓ સહિત ફૂલોમંડળી વિગેરે ની સજાવટો હિંડોળા ને કરી શ્રી ઠાકોરજીને ઝુલાવવામાં આવે છે. જેને લઇ પુષ્ટિમાર્ગીય હવેલી માં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. જેમાં ગતરોજ પૂજ્ય ગોસ્વામી ૧૦૮ શ્રી ડૉ. વગીશકુમાર મહોદય  હાલોલ ખાતે પધારી બંને મંદિરમાં હિંડોળા દર્શન કરવા વૈષ્ણવ દર્શન કરી ધન્ય બન્યા હતા. જેના પગલે છોટે કાકરોલી ગણાતા હાલોલ માં પ્રભુ શ્રી દ્વારકાધીશ હવેલી માં તેમજ છગન મગન લાલજી મંદીર ખાતે પ્રભુને હિંડોળા મહોત્સવ માં પૂ.પા.શ્રી ડો વાગીશ મહારાજ પધારતા વૈષ્ણવો દ્વારા માલ્યાર્પણ પુષ્પોની અમી વર્ષા દ્વારા આન બાન શાન સાથે સ્વાગત કરાયું હતું. પૂ.પા.શ્રી ડો વાગીશ મહોદય ના કર કમલો દ્વારા પ્રભુ ને લાડ લડાવી શણગારેલા ઝુલામાં ઝુલાવી ને  શયન આરતી દ્વારા વૈષ્ણવો ને અનેરો લાભ અપાવ્યો ત્યારબાદ વૈષ્ણવ પૂજ્ય શ્રી ને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતા ભાવુક બન્યા હાલોલ પૂજ્યશ્રીના આગમનને પગલે કાકરોલી ધામ બન્યું હતું.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here