યુવતીએ લવ જેહાદની FIR રદ કરવા હાઈકોર્ટમાં અરજી કરી, લવ જેહાદના પહેલા કેસમાં નવો મોળ

0
26


ગુજરાત રાજ્યમાં 15 જૂનથી લવ જેહાદના કાયદાનો અમલ શરૂ થતાની સાથે જ વડોદરામાં 17 જૂને આ કાયદા અંતર્ગત પ્રથમ FIR(ફર્સ્ટ ઈન્ફર્મેશન રિપોર્ટ) નોંધાઇ હતી. જો કે હવે આ FIRને રદ કરી પતિને જામીન મળે તે માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. આગામી સમયમાં ગુજરાત હાઈકોર્ટ આ મુદ્દે સુનાવણી થશે.

વડોદરામાં રહેતી એક યુવતીએ 17 જૂને ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી કે તેના પતિએ તેની મુસ્લિમ તરીકેની ઓળખ છુપાવી તેની સાથે સોશિયલ મીડિયા ઉપર મૈત્રી બાંધી હતી. પહેલા મિત્ર તરીકે તેની સાથે સંબંધ જોડી, બાદમાં લગ્ન કર્યા હતા. તેણે FIRમાં નોંધાવ્યું છે કે ગુજરાત ફ્રિડમ ઓફ રિલિજીયન એમન્ડમેન્ટ એક્ટ અંતર્ગત તેના પતિ, તેમના માતા-પિતા, કાઝી સહિત અન્ય બે સાક્ષીઓની નોંધણી કરવામાં આવી છે.

યુવતીએ લવ જેહાદની ફરિયાદ કરી ત્યારે વડોદરાના ઝોન-2ના DCP જયવીરસિહ વાળાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં રહેતા યુવકે માર્ટિન સેમ ધારણ કરીને સોશિયલ મીડિયાના માધ્યમથી હિન્દુ યુવતી સાથે મિત્રતા કરી હતી અને પોતે તેની સાથે લગ્ન કરશે, એવું જણાવી વિશ્વાસ કેળવીને યુવતી સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધીને દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ યુવાને યુવતી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. તેણે યુવતીની જાણબહાર તેના નગ્ન ફોટા પણ પાડી લીધા હતા.

તેણે લગ્ન બાદ ફરજીયાત ધર્મપરિવર્તન માટે દબાણ કરવામાં આવ્યાનો પણ આક્ષેપ કર્યો હતો. જોકે FIRના બે અઠવાડિયા બાદ જ તેની પત્નીએ વડોદરાની કોર્ટમાં પતિના જામીન માટે સોગંદનામુ કર્યું હતું. જોકે FIRમાં લગાવવામાં આવેલા આરોપોને જોતા વડોદરા કોર્ટે જામીન નામંજૂર કર્યા હતા. જેની સામે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. જેની ટૂંક સમયમાં સુનાવણી હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત ફ્રિડમ ઓફ રિલિજીયન અમેન્ડમેન્ટ એકટ જે સામાન્ય રીતે લવ જેહાદના કાયદા તરીકે ઓળખાય છે તે અંતર્ગત 17 જૂને નોંધાયેલો આ પ્રથમ કેસ છે .LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here