રસીના 2 ડોઝ લેનારા 40 હજાર લોકો થયા સંક્રમિત

0
19






કેરાલામાં નવ જિલ્લામાં વેક્સીનના ડોઝ લેનારા સંખ્યાબંધ લોકો કોરોના થી સંક્રમિત થઈ રહ્યા છે. આવા લગભગ 40000 કેસ સામે આવ્યા છે. તેમાં પણ એક જ જિલ્લામાં વેક્સીનની એક ડોઝ લેનારા 15,000 જેટલા અને બંને ડોઝ લેનારા 5000 લોકો સંક્રમિત થયા છે. મીડિયા રિપોર્ટો પ્રમાણે કેરાલામાં અત્યાર સુધી કોરોનાની રસી લેનારા 40,000 લોકોમાં કોરોના જોવા મળ્યો છે. સામાન્ય રીતે કોરોનાની રસી લીધા પછી પણ જો કોરોના થાય તો તેને બ્રેકથ્રૂ ઈન્ફેક્શન પણ કહેવામાં આવે છે.

અમેરિકાના આરોગ્ય નિષ્ણાતોનુ કહેવુ છે કે, બ્રેક થ્રૂ ઈન્ફેક્શન એવા ઈન્ફેક્શનને કહેવામાં આવે છે જ્યાં કોરોના વેક્સીનની બંને ડોઝ લેનારા વ્યક્તિને 14 દિવસ કે તેનાથી વધારે સમય બાદ કોરોનાનુ સંક્રમણ લાગે. કેરાલામાં કોરોનાના વધતા કેસ જોઈને કેન્દ્ર સરકારે તમામ કેસની જીનોમ સિક્વન્સિંગ કરવા માટે કહ્યુ છે.જેથી કોરોનાના નવા વેરિએન્ટના કારણે કેસ સામે આવી રહ્યા છે કે કેમ તેની જાણકારી મળશે. કારણકે બ્રેક થ્રૂ ઇન્ફેક્શનના કારણે પહેલી શંકા એ જ જતી હોય છે કે, કોરોનાનો કોઈ એવો વેરિએન્ટ અસ્તિત્વમાં આવ્યો હોઈ શકે છે જેના પર રસીની અસર ના થતી હોય.



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here