જીતનગરની નર્સિંગ સ્કૂલ ખાતે ૭૨ મા વન મહોત્સવ જિલ્લાકક્ષાની ઉજવણીનો કાર્યક્રમ યોજાશે

0
20જીતનગરની નર્સિંગ સ્કૂલ ખાતે ૭૨ મા વન મહોત્સવ જિલ્લાકક્ષાની ઉજવણીનો કાર્યક્રમ યોજાશે

રાજપીપલા : જુનેદ ખત્રી

ગુજરાત રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ લીલાબેન અંકોલીયાના અધ્યક્ષપદે તા.૧૪ મી ઓગષ્ટ, ૨૦૨૧ ને શનિવારના રોજ સવારે ૯:૦૦ કલાકે નર્મદા જિલ્લા મુખ્ય મથકે જીતનગરની નર્સિંગ સ્કૂલ ખાતે ૭૨ મા વન મહોત્સવ જિલ્લાકક્ષાની ઉજવણીનો કાર્યક્રમ યોજાશે.

ભરૂચના સંસદસભ્ય મનસુખભાઇ વસાવા, છોટાઉદેપુરના સંસદસભ્ય ગીતાબેન રાઠવા, નાંદોદના ધારાસભ્ય પી.ડી.વસાવા, દેડીયાપાડાના ધારાસભ્ય મહેશભાઇ વસાવા અને જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવા સમારોહના મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે.

ભરૂચના સામાજીક વનીકરણ વર્તુળના વન સંરક્ષક ડૉ.કે.શશીકુમાર, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. પી.ડી.પલસાણા અને જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ અતિથીવિશેષ તરીકે હાજરી આપશે.

જિલ્લા વનીકરણ સમિતિના અધ્યક્ષ અને જિલ્લા કલેક્ટર ડી.એ.શાહ, વન વિભાગના નાયબ સંરક્ષક નીરજકુમાર અને પ્રતિક પંડ્યા ઉક્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here