ડાંગ જિલ્લામા યોજાશે ૭૫મો સ્વાતંત્ર્ય દિવસ ; કલેકટર શ્રી ભાવિન પંડ્યા રાષ્ટ્રધ્વજ લહેરાવશે :

0
32ડાંગ:- મદન વૈષ્ણવ

સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ યોજાશે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો

કોરોના’ સંક્રમણને ધ્યાને રાખીને ખુબ જ સાવચેતી સાથે ડાંગ જિલ્લામા પણ રાજ્ય સમસ્તની જેમ ૭૫મો સ્વાતંત્ર્ય દિવસ યોજવાનુ આયોજન કરાયુ છે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નિયત કરાયા મુજબ ડાંગ જિલ્લાનો સ્વતંત્રતા દિવસનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ આહવાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. જયારે વઘઈ અને સુબીર તાલુકા મથકો ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ પણ ધ્વજવંદનના કાર્યક્રમો આયોજિત કરવામા આવ્યા છે.

ડાંગ જિલ્લાના જિલ્લા કક્ષાના કાર્યક્રમમા ડાંગ કલેકટર શ્રી ભાવિન પંડયાના હસ્તે ધ્વજવંદન કરાશે. આ વેળા તેઓ પ્રજાજોગ સંદેશ પણ પાઠવશે. દરમિયાન પોલીસ, હોમગાર્ડસ, અને ફોરેસ્ટના જવાનોની શિસ્તબદ્ધ પરેડ પણ આયોજિત કરવામા આવી છે. પોલીસ બેન્ડની સુરાવલીઓ વચ્ચે રાષ્ટ્રગાન સાથે, મહાનુભાવના હસ્તે વ્યક્તિ વિશેષોના સન્માનનો કાર્યક્રમ પણ યોજવાનુ નક્કી કરાયુ છે.

<span;> સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ એટલે કે તા.૧૪મી ઓગસ્ટના રોજ રંગારંગ સંસ્કૃતિ કાર્યક્રમોની પણ પ્રસ્તુતિ કરાશે. આ અંગેના નિયત કાર્યક્રમ અનુસાર સાંજે ૬ વાગ્યે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આહવાની દીપદર્શન સ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા ‘ચક દે ઇન્ડિયા, અને ‘બેટી બચાવો, બેટી પઢાવો’ વિષયક કૃતિઓ રજુ કરાશે. આ ઉપરાંત વલ્લભ વિદ્યાલય દ્વારા ‘દેશભક્તિ ગીત’, ધવલીદોડના બજરંગી સાર્વજનિક મંડળ દ્વારા ‘ડાંગી નૃત્ય’, અને ધવલીદોડ ના જ ડાન્સિંગ ગ્રુપ દ્વારા ‘ડાંસ એક્ટિંગ’ના કાર્યક્રમો રજુ કરાશે.

જિલ્લા કક્ષાના આ કાર્યક્રમ ઉપરાંત સુબીર તાલુકા મથકે આયોજીત કાર્યક્રમમા ચીંચલીના રાધિકા નૃત્ય મંડળ દ્વારા ‘પાવરી નૃત્ય’ અને ‘ડાંગી નૃત્ય’ તથા વઘઈ ખાતે સ્થાનક કલાકાર એવા જાદુગર સની ‘કોરોના’ વિષયક ‘ડાંગી કોમેડી’ પ્રસ્તુત કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here