વાંકાનેર નજીક માનવ કલીનીક નામનુ દવાખાનુ ચલાવતા બોગસ ડોકટર ઝડપાયો

0
23


મોરબી પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાનાઓના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લામાં કોરોનાની મહામારીમાં દર્દીઓના સ્વાસ્થય અને જીવન સાથે ચેડા કરતા ડીગ્રી વગરના અને બોગસ મેડીકલ ડીગ્રી ધરાવતા નકલી ડોકટરોને શોધી કાઢવા સુચના મળતા મોરબી એસ.ઓ.જી. પો.ઈન્સ.શ્રી જે.એમ.આલ તથા મોરબી એસ.ઓ.જી.સ્ટાફ પ્રયત્નશીલ હોય દરમ્યાન HC મુકેશભાઇ જોગરાજીયા તથા મહાવીરસિંહ પરમાર નાઓને સંયુક્ત ખાનગીરાહે બાતમી મળતા તુરત જ તબીબી અધિકારીશ્રી ડો.એમ.પી.બોચિયા, PHC ઢુવા નાઓને સાથે રાખી વાંકાનેર તાલુકાના ઢુવા ગામની ચોકડી નજીક માટેલ રોડ ઉપર શકિત ચેમ્બર્સમાં માનવ કલીનીક નામના દવાખાનામાં તપાસ કરતા કોઇપણ પ્રકારના સર્ટીફીકેટ કે ડીર્ગી વગર આરોપી કિર્તીભાઇ ડુંગરભાઇ ડોડીયા જાતે-રાવળદેવ ઉ.વ.૩૨ મેડીકલ લાઇન રહે.મુળ સવપુરા તા.કાંકરેજ જિલ્લો.બનાસકાંઠા હાલ રહે.રફાળેશ્વર મચ્છોનગર પાનેલી રોડ તા.જિ.મોરબી વાળો માનવ કલીનીક નામનુ દવાખાનુ ચલાવી મેડીકલ પ્રેકટીશ કરી દવાખાનામાં દવાનો જથ્થો તથા સાધનો કી.રૂ.૨૭,૭૮૨/- નો રાખી મળી આવતા મેડીકલ પ્રેકટીશનર એકટ મુજબ ધોરણસર કાર્યવાહી કરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

આ કામગીરી એસ.ઓ.જી.સ્ટાફ ASI રણજીતભાઇ ગઢવી,કિશોરભાઇ મકવાણા, HC રસિકભાઇ કડીવાર, સબળસિંહ સોલંકિ, મુકેશભાઇ જોગરાજીયા, શેખાભાઇ મોરી, મહાવીરસિંહ પરમાર, PC સતિષભાઇ ગરચર, ભાવેશભાઇ મિયાત્રા, સંદિપભાઇ માવલા તથા WLR પ્રિયંકાબેન પૈજાએ કરેલ છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here