ડાંગ:કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઇ ખાતે આત્મા સંસ્થા દ્વારા નવસારી તાલુકાના ખેડૂતો માટે પ્રેરણા પ્રવાસ ગોઠવાયો

0
17ડાંગ:- મદન વૈષ્ણવ

નવસારી કૃષિ યુનિવર્સિટી ના વઘઇ સ્થિત  કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નો લાભ ડાંગ જીલ્લાના ખેડૂતો તો મેળવે જ છે પરંતુ અન્ય જીલ્લાના ખેડૂતો પણ કેન્દ્રની ખાસ મુલાકાત વૈજ્ઞાનિક માહિતી માટે લેતા રહેતા હોય છે.

આજે તારીખ ૧૩-૦૮-૨૦૨૧ ના રોજ નવસારી તાલુકા ખેડૂતો બહેનોને  આત્મા સંસ્થા દ્વારા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઇ ખાતે  પ્રેરણા પ્રવાસ કરાવાયો હતો. આ પ્રેરણા પ્રવાસમાં આવેલ મુલાકાતી ખેડૂત બહેનોએ કેવિકે વઘઇ ફાર્મના વિવિધ નિદર્શન એકમ  જેવા કે ડાંગરની વધુ ઉત્પાદન આપતી વિવિધ જાતના, હળદરની  ઉચ્ચતમ જાતના નિદર્શન,  અઝોલા યુનિટ, નેટ હાઉસ,વર્મિકપોસ્ટ યુનિટ, વેસ્ટ ડી કોમ્પોસ્ટ યુનિટ, અગ્નિ અસ્ત્ર, જીવામૃત,  જેવા વિવિધ નિદર્શન એકમની  મુલાકાત લીધી હતી.

કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો. જી.જી.ચૌહાણના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ મુલાકાત દરમિયાન કેન્દ્રના વૈજ્ઞાનિક શ્રી હર્ષદ પ્રજાપતિ, વૈજ્ઞાનિક (બાગાયત) અને શ્રી જે.બી.ડોબારીયા, વૈજ્ઞાનિક (વિસ્તરણ શિક્ષણ ) દ્વારા નિદર્શન એકમની વિસ્તૃત માહિતી ખેડૂત બહેનોને પૂરી આપવામાં આવી હતી. આ વિઝીટ માં કે.વી.કે. વઘઈ ની પણ મુલાકાત લેવામાં આવી હતી. કે.વી.કે.વઘઇ ની ટીમ દ્વારા ખેડૂતબહેનોનો કેન્દ્રની મુલાકાત બદલ આભાર વ્યકત કરવાની સાથે સાથે કેવીકે ના સતત સંપર્કમાં રહેવાનુ સૂચન કરવામાં આવ્યું હતું .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here