૧૦ વર્ષથી ઘરફોડ ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને મધ્યપ્રદેશથી પકડી પાડતી ભુજ શહેર એ ડીવીઝન પોલીસ પોલીસ. 

0
209



રમેશ મહેશ્વરી દ્વારા

વાત્સલ્યમ્ સમાચાર ભુજ કચ્છ :- ભુજ શહેર એ ડિવિઝન પો.સ્ટે.ના ઈનચાર્જ,પો.ઇન્સ,આર.ડી ગોજીયાના માર્ગદર્શન હેઠળ પો. સબ ઇન્સ,વાય.પી.જાડેજા તથા સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે મધ્યપ્રદેશના જાબુઆ જીલ્લા માં કાર્યરત હતા.

તે દરમિયાન માંડવી પો.સ્ટે . ફર્સ્ટ ગુ.૨,નં.૧૪૫/૨૦૧૦ ઈ.પી.કો ૪૫૭ ૪૫૪ ૩૮૦ મુજબના ગુનાના કામે છેલ્લા-૧૦ વર્ષથી પોતાની ધરપકડ ટાળવા સારું નાસતો ફરતો જે આરોપી ગભા કમજી અજનાર(ઉ.વ. ૩૫)રહે,લીંબા ફળિયું ગામ લંબેલા,તા,રાણાપુર,જીલ્લો જામ્બુઆ,મધ્ય પ્રદેશ વાળાની ખાનગી રીતે માહિતી મેળવી વર્કઆઉટ કરી રાત્રી દરમિયાન વોચ ગોઠવી તેના ઘરેથી ઝડપી લઇ મજકુર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.આ કામગીરીમાં પો.સ.ઇ. વાય.પી.જાડેજા તથા સ્ટાફના ડ્રા.પો.હેડ કોન્સ.મયુરસિંહ રાણા એલ.આર.પી.સી.લાખાભાઈ ભરવાડ,સિધ્ધરાજસિંહ વાઘેલા, પ્રકાશભાઈ ઠાકોર નાઓ જોડાયેલ હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here