કાલોલ ની હાઉસિંગ સોસાયટી મા મકાન અંગે ની તકરાર મા મકાન ઉપર બુલડોઝર ચલાવાયુ.

0
27


પંચમહાલ.કાલોલ
રિપોર્ટર.સાજીદ વાઘેલા
કાલોલ ની હાઉસિંગ સોસાયટી મા મકાન નં ૧૨/બી માં વર્ષો જુના ભાડુઆત ના સામાન સાથે મકાન તોડવાનુ કામ ગુરૂવારે બપોરે શરૂ કરવામાં આવ્યું હતું મકાન મા લીલાબેન ભુપેન્દ્રભાઈ પટેલ ઉ વ ૭૩ ના સામાન સાથે મકાન માલિકે કબજો મેળવવવા માટે તોડી નાખ્યું હતુ ભારે ભીડ વચ્ચે ખાનગી બાઉન્સરો લાવી જેસીબી મશીન દ્વારા મકાન તોડતા ઉતેજનાસભર દ્રશ્યો સર્જાયા હતા છેલ્લા ત્રણ દિવસથી આ મિલકત ઉપર કબજો જમાવવા માટે મકાન માલિક અને ભાડુઆત વચ્ચે પોલીસ મથકે અરજીઓ કરવામા આવતી હતી ત્યારે મકાન માલિક નો દાવો છે કે છેલ્લા ઘણા સમયથી આ ભાડુઆત મકાન મા રહેતા નથી અને જુના ભાડુઆત છે અને તેઓનો કબજો નથી. મકાન માલીક પંકજભાઈ મહેતા એ છેલ્લા કેટલાક વર્ષોની પાલિકા વેરા અને સોસાયટી વેરા ની પાવતિઓ રજુ કરી હતી ત્યારે સામે પક્ષે લીલાબેન ભુપેન્દ્રભાઈ એ સોસાયટી ના રહીશ હોવાનો અને વેચાણ પેટે નાણાં આપ્યા ની પાવતી પોલીસ મથકે રજુ કરવામાં આવી હતી સમગ્ર મામલે સીવીલ કોર્ટ ની સત્તા હોવાથી મામલો કોર્ટ સમક્ષ જાય તે પહેલાં જ ગુચવાઈ ગયો છે જોકે મોડે મોડે કાલોલ પોલીસે તોડફોડ ની કામગીરી મા દરમ્યાનગીરી કરી વાત ને વધુ વણસતી અટકાવી હતી ત્યારબાદ પણ તોડફોડ ની કામગીરી ચાલુ કરાઈ હતી.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here