વ્યાજખોરના ત્રાસ થી કંટાળેલા રાજપીપળા ના વેપારી ની જિલ્લા પોલીસ વડા સમક્ષ ફરિયાદ

0
29


વ્યાજખોર ના ત્રાસ થી વાજ આવી ગયેલાં રાજપીપળા ના વેપારી ની જિલ્લા પોલીસ વડા સમક્ષ ફરિયાદ

◆ અલીરાજપુર ના આધુનિક શાહુકાર ના ચક્રવ્યૂહ મા રાજપીપળા પંથક ના કેટલાય અનામી લોકો ફંસાયા હોવાનું અનુમાન

◆ અઠંગ વ્યાજખોર એ 90 લાખ નું મકાન માત્ર 17 લાખ મા પડાવી લઈ પૈસા મળી ગયા હોવાનું વિડિઓ રેકોર્ડિંગ પણ કરી લીધું

રાજપીપળા : જુનેદ ખત્રી

રાજપીપળા ના બિલ્ડીંગ મટીરીયલ ના વહેપારી અલ્તાફ ખાન બલુચી એ અલીરાજપુર યતીન્દ્ર ભાટી સામે વ્યાજે લીધેલા પૈસા ના બદલા મા આકરું વ્યાજ ચૂકવ્યું હોવા છતા બળજબરી પૂર્વક 90 લાખ ની મિલકત 17 લાખ મા પડાવી લઈ રજીસ્ટર દસ્તાવેજ કરાવી મિલકત પેટે પૈસા મળી ગયા છે તેવું વિડિઓ રેકોર્ડિંગ કરી લીધા બાદ પણ અલતાફ બલુચી ની અન્ય મિલકતો પણ પડાવી લેવા કોરા ચેકો નો ઉપયોગ કરી અલગ અલગ નામ ના ઈસમો દ્વારા બેન્ક ફ્રોડ ના ખોટા કેસો મા ફંસાવી દેવા ની સતત ધમકીઓ આપી માનસિક ત્રાસ આપતા ત્રસ્ત થઈ ગયેલાં રાજપીપળા ના વેપારી કંટાળી જઈ આત્મ વિલોપન કરવા ની ઈચ્છા સાથે નર્મદા જિલ્લા પોલીસ વડા ને લેખિત ફરિયાદ કરી આરોપીઓ સામે ગુનો દાખલ કરવાની માંગ કરી છે.

વેપારી દ્વારા લેખિત ફરિયાદ મા કરાયેલા ઉલ્લેખ મુજબ ફરિયાદી ને આરોપી સાથે આર્થિક વ્યવહાર હતા, વેપારી અલ્તાફ ભાઈ ને ધંધા મા નાણાંકીય જરૂરિયાત ઉભી થાય ત્યારે આરોપી પાસે થી વ્યાજે નાણાં લેતા હતા, રાજપીપળા ના બિલ્ડર જયેશભાઈ શાહ ને પણ અલ્તાફ બલુચી ને વચ્ચે રાખી એમ.પી ના શાહુકાર યતીન્દ્ર ભાટી એ મોટી રકમ નું ધિરાણ કર્યું હતું. બન્ને વચ્ચે કોરા ચેક ના બદલે વ્યાજે નાણાં ધીરધાર નો વ્યવહાર હતો, વ્યાજે લીધેલ પૈસા મુદ્દલ સહિત પરત કરી દેવાયા બાદ જ્યારે કોરા ચેક પરત આપવા ની માંગ કરાતા આરોપી દ્વારા કહેવામાં આવતું “તમારે બીજી વખત પૈસા જોઈતા હશે ત્યારે તમારે નવા ચેક નહીં આપવા પડે” તેમ કહી બદ દાનત થી ફરિયાદી ના કોરા ચેક દબાવી રાખવામાં આવતા હતા. ફરિયાદી એ દર્શાવેલી હકીકત મુજબ વ્યાજે લીધેલ નાણાં કરતા અનેક ગણું ઊંચું વ્યાજ સહિત ની રકમ આરોપી ને ચૂકવી દેવાઈ હોવા છતાં આરોપી કોરા ચેકો ઉપર કેસો કરી તેમના પરિવાર ને અકસ્માત કરી જાન થી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવતા વેપારી દવારા જિલ્લા પોલીસ વડા સમક્ષ ફરિયાદ કરી ન્યાય ની માંગણી કરી છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here