હાલોલમાં યોગી ડીવાઇન હરિપ્રસાદ સ્વામીજીના અસ્થિકુંભના દર્શન ભક્તોએ કર્યા

0
35


પંચમહાલ. હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી

હાલોલ નગરના પાવાગઢ રોડ પર આવેલ ગાયત્રી મંદિર ખાતે શુક્રવારે હરિધામ સોખડાના બ્રહ્મસ્વરૂપ ગુરુહરિ પરમ પુજ્ય હરિપ્રસાદસ્વામીજી મહારાજ ના દિવ્ય અસ્થિ કુંભના દર્શન સહિત કૃતજ્ઞભાવ અર્પણ સમારોહ યોજવામાં આવ્યો હતો.
હરિધામ, સોખડા યોગી ડિવાઈન સોસાયટીના પ્રણેતા બ્રહ્મસ્વરૂપ ગુરુહરિ હરિપ્રસાદસ્વામીજી બ્રહ્મલીન પામ્યા બાદ તેમના અસ્થિ કુંભના દર્શન કરવાનું આયોજન નગરના ગાયત્રી મંદિર ખાતે કરાયું હતું જેમાં હાલોલના પ્રાદેશિક સંતો અને વડીલ ભકતો સહિત હાલોલ શહેર, હાલોલ ગ્રામ્ય, ગોધરા અને પંચમહાલ જીલ્લાથી લઈ છેક મધ્યપ્રદેશના ધાર જિલ્લાના ગામોના આજુબાજુના ભક્તો લાભ લઇ શકે તેને લઈ આ દિવ્ય અસ્થિકુંભના દર્શન અને પૂજનની સ્મૃતિ હૃદયસ્થ કરવા માટે સાથે કુતજ્ઞભાવ અર્પણ સમારોહ યોજાયો હતો જેમાં હરિધામ સોખડા થી વડીલ સંતો, વડીલો ભકતો અને હાલોલના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના મંત્રી જયદ્રથસિંહ પરમાર, કંજરી સ્ટેટ યુવરાજ મયુરદ્વજસિંહજી પરમાર,હાલોલ તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પ્રવિણસિંહ પરમાર, શહેર ભાજપા પ્રમુખ ડો. સંજય પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ ચાવડા સહિત ભાજપના અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.કૃતજ્ઞભાવ અર્પણ સમારોહ દરમ્યાન બ્રહ્મસ્વરૂપ હરિપ્રસાદસ્વામી મહારાજના યુગ કાર્યની ઝાંખી કરાવી .પ.પૂ. હરિપ્રસાદ સ્વામીજીના હૃદયમાં હાલોલ પ્રદેશનું વિશેષ મહત્વ રહ્યું છે તેવું પ્રાદેશિક સંત્વર્ય સાધુ શાશ્વતસ્વરૂપદાસ, પ્રાદેશિક સંત્વર્ય સાધુ પ્રભુદર્શનદાસે જણાવ્યું હતું જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન આત્મીય પ્રદેશ હાલોલ વિભાગ સત્સંગ મંડળના પ્રમુખ દિપકભાઈ નાયક અને હાલોલ શહેર સત્સંગ મંડળના પ્રમુખ નગીનભાઈ વાઘેલા અને હાલોલ ગ્રામ્ય સત્સંગ મંડળના પ્રમુખ વિઠ્ઠલભાઈ બારીયાએ કર્યું હતું જેમાં હાલોલ ગાયત્રી મંદિર ખાતે પરમ પુજ્ય હરિપ્રસાદસ્વામીજીના દિવ્ય અસ્થિકુંભના દર્શન માટે સ્વામીનારાયણ ભક્તો,સોખડા થી આવેલ સંતો મહંતો અને ભાવીક ભક્તોની હાજરીમા દિવ્ય અસ્થિ કુંભના દર્શનના લાભ માટે પધારેલ મહેમાન તરીકે આવેલ સંતો અને મહંતો તરીકે હરીપરસાદ સ્વામી તથા સાશ્વત સ્વામી તથા પ્રભુ દર્શન સ્વામી તથા સત્ય સ્વરૂપ સ્વામી સાથે ગુજરાત રાજ્યમંત્રી સહિત ઉપસ્થિત મહાનુભવો અને ભક્તોએ દિવ્ય અસ્થિકુંભના દર્શનનો લાભ લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here