ગ્રીન દાહોદનાં સંકલ્પને સાકાર કરતા ૭૨મો વનમહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણી ઝાલોદનાં ગુરૂ ગોવિંદ ધામ, કંબોઇ ખાતે કરાશે*

0
26


 

 


જિલ્લા કક્ષાની ઉજવણીમાં સ્વર્ણિમ ગુજરાત ૫૦ મુદ્દા અમલીકરણ સમિતિના અધ્યક્ષ શ્રી આઇ.કે. જાડેજા સહભાગી થશેકંબોઇનું ગુરૂ ગોવિંદ ધામ ૧૮૦૦ જેટલા રોપાઓના વાવતેરથી નંદનવન બનશે

દાહોદ, તા. ૧૩ : દાહોદ જિલ્લામાં ૭૨ માં વનમહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણી ઝાલોદ તાલુકાનાં ગુરૂ ગોવિંદ ધામ, કંબોઇ ખાતે યોજાશે. આ ઉજવણી સ્વર્ણિમ ગુજરાત ૫૦ મુદ્દા અમલીકરણ સમિતિના કાર્યવાહક અધ્યક્ષ શ્રી આઇ.કે. જાડેજાના અધ્યક્ષ સ્થાને યોજાશે. કંબોઇ ખાતેનું ગુરૂ ગોવિંદ ધામ ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ૩.૨૦ કરોડનાં ખર્ચે વિકસાવવામાં આવી રહ્યું છે ત્યારે અહીં ૭૨માં વનમહોત્સવ નિમિત્તે ૧૮૦૦ જેટલા રોપાઓનું વાવેતર થકી સોનામાં સુંગધ ભળશે. અહીં ૧૫૦૦ રોપાઓ વાવવામાં આવશે અને દાહોદ-લીમડી રોડ મુખ્ય રસ્તાથી વનમહોત્સવ ઉજવણી સ્થળ સુધી ૩૦૦ રોપાઓનું લોખંડનાં પાંજરા સાથે વાવેતર કરાશે.

નાયબ વનસંરક્ષક શ્રી આર.એમ. પરમારએ જણાવ્યું કે દાહોદ જિલ્લામાં ૭૨ માં વનમહોત્સવમાં ૬૧.૨૫ લાખ રોપાઓના વાવેતર દ્વારા ગ્રીન દાહોદની સંકલ્પનાને સાકાર કરવામાં આવશે. દાહોદ જિલ્લામાં ગ્રામ્ય, તાલુકા અને જિલ્લા કક્ષાએ વૃક્ષારોપણ કરવામાં આવશે. જે અંતર્ગત ૧૯૧ ગામમાં ૯૫૫૦૦ રોપાઓ, તાલુકા કક્ષાએ ૩૩૫૦ અને જિલ્લા કક્ષાએ ૧૫૦૦ રોપાઓનું વાવેતર-વિતરણ કરાયું છે. વનવિભાગ દ્વારા ૧૮.૫૦ લાખ રોપાઓનું ખાતાકીય વાવેતર, વિવિધ સંસ્થાઓ મારફત ૬.૨૧ લાખ સુશોભિત ફુલોવાળા, ઔષધિય તેમજ ઇમારતી રોપાઓ વિતરણ કરવા માટે ઉછેરવામાં આવ્યા છે. કિસાન અને મહિલા નર્સરી દ્વારા ૪.૬૦ લાખ રોપાઓ વિતરિત કરાશે. તેમજ સ્વસહાય જુથ મારફતે ૨ લાખ રોપાઓ વિતરિત કરાશે. આ ઉપરાંત લીમખેડા ખાતેની નર્સરીમાં ૧૦ લાખ રોપાઓ તૈયાર કરવામાં આવ્યા છેLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here