મારા પતી ને પાકીસ્તાન ની કેદમાંથી આઝાદી અપાવો…..

0
40મારા પતી ને પાકીસ્તાન ની કેદમાંથી આઝાદી અપાવો……માછીમાર ની પત્ની નો પોકાર

સૌરાષ્ટ્ર ગુજરાત ના દ્વારકા જિલ્લાના બહેનો એ આવેદન આપ્યુ

બે બોટ ના ૩૦ દરીયાખેડુ જેમા…. એકજ પરીવારના ૭ ના પાકીસ્તાને દરિયામાથી મહિનાઓ નહી વરસો પહેલા કર્યુ હતુ અપહરણ

માટે માછીમારી કરતા પરિવારોએ દ્વારકા પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપ્યું

જામનગર ( ભરત ભોગાયતા)

દ્વારકાનો દરીયો માછીમાર લોકો માટે ખુબ જ પસંદગીનો રહ્યો છે. મુખ્યત્વે દ્વારકાના મુસ્લિમ સમાજ માછીમારી સાથે સંકળાયેલ છે.
પરંતું પાકિસ્તાન સુરક્ષા એજન્સીઓ અવારનવાર ભારતીય માછીમારોને બંદી બનાવી લે છે.

જેના કારણે દ્વારકા જીલ્લાના અનેક યુવાનો પાકિસ્તાનની અલગ અલગ જેલોમાં સબડી રહ્યા છે. બંદી બનેલા લોકોના પરિવારજનો ના જણાવ્યાનુસાર સરકાર તથા લાગતા વળગતા તંત્રને ફરીયાદ કરતા, કોઇ યોગ્ય જવાબ ન મલતા, આજ માછીમાર આગેવાનો તથા પાકિસ્તાન જેલમાં સબડતા લોકોના પરિવારજનો દ્વારકા પ્રાંતકચેરીએ ધસી આવ્યા હતા. અને પોતાના લોકોને પાકિસ્તાન જેલમાંથી છોડાવવા અપીલ કરી હતી. મારા ત્રણ જમાઇ માછીમારી કરવા દરીયા અંદર ગયા હતા, પાકિસ્તાન સુરક્ષા એજન્સીઓ તેમને પકડી લઈને પાકિસ્તાન જેલમાં બંધ કરી દીધા છે. જેને ત્રણ વર્ષ થયા
તેમની કોઇ ખબર અંતર નથી,

આ મામલે સમાજ સેવા સાથે સમર્પિતતાથી સંકળાયેલા આ પંથકા જાગતા પ્રહરી જેનીશા દીક્ષીત એ આ પીડા મા યાતના મા જીવતા પરીવારો માં ના એક બહેન ને પુછ્યુ તો એ યાસ્મીનબેન જણાવે છે કે……..
મારી ત્રણેય પુત્રીઓ તથા તેમના બાળકો બે સહારા બન્યા છે. મારા પતિની ઉમર સીંતેર વર્ષની થઈ ગઈ છે. તો મારા તથા મારી ત્રણેય પુત્રીઓનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. તો મારી સરકારને વિનંતી છે કે થોડા દિવસોમાં આવનાર પંદર ઓગષ્ટના દિવસે મારા જમાઇ તથા અન્ય યુવાનોને છોડાવી વતન પરત લાવવા મહેનત કરે

જોઇએ આ અવાજ સરકાર સુધી પહોંચે છે કે પછી……

વિડીયો અને પુરક વિગતો …..સુભાષ સિંઘ લોહાનીવાલ….દ્વારકા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here