ગરબાડા ના જેસાવાડા મા સેન્ટ્રલ બેન્કના 22 ખાતેદારોના ખાતામાંથી રૂ .5 લાખ બારોબાર ઉપડી ગયા

0
33






ગરબાડા ના જેસાવાડા મા સેન્ટ્રલ બેન્કના 22 ખાતેદારોના ખાતામાંથી રૂ .5 લાખ બારોબાર ઉપડી ગયા

ગરબાડા સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા બેંક મેનેજર દ્વારા સાઇબર ક્રાઇમમાં જાણ કરાઇ
ખાતેદારોના ધરમધક્કા પણ 6 માસથી નિકાલ જ નહીં ગરબાડા તાલુકાના જેસાવાડા ગામમાં આવેલી સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાના ખાતેદારોના ખાતામાંથી તેમનીજાણ બહાર જ રૂપિયા ઉપાડી લેવામાં આવતા હોવાનું કૌભાંડ સામે આવ્યું હતું . છેલ્લા છ માસથી અત્યાર સુધી 22 ખાતેદારો ભોગ બન્યા છે પરંતુ આ મામલે અત્યાર સુધી કોઇ જ કાર્યવાહી કરાઇ નથી . પાંચ લાખથી વધુ રૂપિયા ગુમાવનાર ખાતેદારો રૂપિયા પાછા મેળવવા માટે ધરમધક્કા ખાઇ રહ્યા છે . ગરબાડા તાલુકાના જેસાવાડા ગામમાં આવેલી સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયામાં 30 હજાર ખાતેદારો છે . ગત માર્ચ માસથી અહીંના ખાતેદારો ઓનલાઇન ફોડના ભોગ બની રહ્યા છે . એક એક કરીને અત્યાર સુધી 22 ખાતેદારોના રૂપિયા ખાતામાંથી તેમની જાણ બહાર જ ઉપડી ગયા છે . આ મામલે ખાતેદારોએ બેન્કને જાણ કરવા સાથે ગોધરા ખાતે સાઇબર ક્રાઇમમાં પણ જાણ કરી છે . પરંતુ અત્યાર સુધી કોઇ જ નિકાલ આવ્યો નથી . રજાના દિવસ દરમિયાન બાયોમેટ્રીકથી આ રૂપિયા ઉપાડવામાં આવતા હોવાનું જાણવા મળ્યું છે . 22 ખાતેદારોએ અત્યાર સુધી પાંચ લાખથી વધુ રૂપિયા ગુમાવી ચુક્યા છે ત્યારે ઓનલાઇન ફ્રોડ કરનાર આગામી દિવસોમાં હજી અન્ય ખાતેદારોને પણ નીશાને બનાવશે તેવી દહેશત જોવા મળી રહી છે .

રિપોર્ટર: વનરાજ ભુરીયા, ગરબાડા



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here