ઇન્ડીયન લાયન્સ કલબ મોરબીનો શપથ ગ્રહણ સમારોહ યોજયો

0
19


ઇન્ડીયન લાયન્સ કલબ મોરબીનો શપથ ગ્રહણ સમારોહ યોજયો…..

ઇન્ડીયન લાયન્સ કલબ મોરબીના નવા વર્ષ-૨૦૨૧/૨૨ના વર્ષના પ્રમુખ તથા હોદેદારોનો શપથ ગ્રહણ સમારોહ અત્રે શનાળા રોડ ખાતે આવેલ “શિવ હોલ” માં યોજવામાં આવેલ.

રાષ્ટ્રભાવના સાથે સેવાને વરેલી અને સેવાકીય કાર્યો થકી સમગ્ર પંથકમાં લોક હૃદયમાં સ્થાન પામેલી ઇન્ડીયન લાયન્સ કલબ મોરબીના પ્રમુખ તરીકે શ્રી ભાવેશભાઈ દોશી એ સતત ત્રીજા વર્ષે શપથ ગ્રહણ કરેલ કલબની પ્રવુતિ અને કલબના થયેલા વિકાસને ધ્યાને લઇ સતત ત્રીજા વર્ષેપણ શ્રી ભાવેશભાઈની પસંદગી કરવામાં આવેલ.

સંગીતમય શૈલીમાં યોજાએલ આ શપથ ગ્રહણ સમારોહમાં ઇન્ડીયન લાયન્સના ટ્રસ્ટીશ્રી કૌશિકભાઈ ટાંક ઇન્ડીયન લાયોનેસના નેશનલના કન્વીનર શ્રીમતિ નિરુપમાબેન વાગડિયા નેશનલ જોઈન્ટ સેક્રેટરીશ્રી શોભનાબા ઝાલા ગુજરાત સ્ટેટ પ્રમુખશ્રી વિજયાબેન કટારીયા ઉપપ્રમુખશ્રી ધીરૂભાઈ સુરેલીયા વેસ્ટઝોન સેક્રેટરીશ્રી સુરેશભાઈ કટારીયા ગુજરાત રાજ્ય શિક્ષણસંઘના પ્રમુખશ્રી ટી.ડી.પટેલ સાહેબ નગરપાલિકાના પ્રમુખશ્રી કુસુમબેન પરમાર તથા ચીફ ઓફિસરશ્રી ગીરીશભાઈ સરૈયા અને જૈન સમાજના પ્રમુખશ્રી નવીનભાઈ મહેતા હાજર રહેલ અને શુભકામનાઓ પાઠવેલ તેમજ આગામી વર્ષમાં ખુબજ સારા સેવાકીય પ્રોજેકટો કરવાની તમામ સભ્યોએ તૈયારીઓ બનાવેલ તેવું કલબના પ્રમુખશ્રી ભાવેશભાઈ તથા સેક્રેટરી શ્રી હર્ષદભાઈ ગામી એ જણાવેલ છે.

 LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here