મહીસાગર “જિલ્લા કક્ષાના યુવક નેતૃત્વ અને યોગાસન તાલીમ શિબિર (ઓનલાઇન)” તા. ૦૬ થી ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૧ સુધી યોજાશે

0
40આસીફ શેખ લુણાવાડા

૧૫ થી ૩૫ વર્ષ ના યુવક અને યુવતીઓ માટે

રાજયના ૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતા વિદ્યાર્થી, બિનવિદ્યાર્થી યુવક / યુવતિઓને “યુવક નેતૃત્વ અને યોગાસન તાલીમ શિબિર (ઓનલાઇન) “શિબિરમાં જોડાવાની ઉમદા તક આપી પ્રોત્‍સાહિત કરવા રાજય સરકાર દ્વારા તા. ૬ થી ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૧ દિન-૬ ની શિબિર યોજવાનું નકકી કર્યુ છે.

આ શિબિરમાં માત્ર એવા યુવક-યુવતીઓ કે જેઓ તા.૩૧/૧૨/૨૦૨૧ ના રોજ ૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતા હોય તેવા અને આ શિબિરમાં ભાગ લેવા ઇચ્છતા હોય તેઓએ પોતાની અરજી જિલ્લા રમતગમત અધિકારીશ્રી, મહીસાગર જિલ્લા ની કચેરી ખાતે થી રૂબરૂ મોકલી આપવાની રહેશે તથા તેમાં સંપૂર્ણ વિગતો ભરીને આધાર-પુરાવા સાથે જિલ્લા રમત ગમત અધિકારી, રૂમ નંબર-૨૩૨, બીજો માળ,કલેક્ટર કચેરી, જી મહીસાગરને તા:૨૧/૦૮/૨૦૨૧, સમય બપોરે: ૧૨:૦૦ વાગ્યા સુધીમાં મોકલી આપવાની રહેશે.

આ શિબિરમાં પસંદગી પામનાર યુવક-યુવતીઓને જે-તે જિલ્લાની જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી દ્વારા પત્ર દ્વારા/ મોબાઇલ / E-mail દ્વારા જાણ કરવામાં આવશે.

કોઇપણ બાબતની માહિતી માટે જિલ્લા રમત ગમત અધિકારી મહીસાગર, જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી જી -મહીસાગર મો. ૯૭૨૬૮ ૮૯૧૨૦ ને સંપર્ક કરવાનો રહેશે. તેમ જિલ્લા રમત ગમત અધિકારીની અખબારીયાદીમાં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here