મોરબી જિલ્લાકક્ષાની વાદન સ્પર્ધાનું આયોજન

0
17૧૫ સપ્ટેમ્બર સુધીમાં વિડીયો સી.ડી. મોકલી આપવી

ગુજરાતના યુવાધનને યોગ તથા શારીરિક સશક્ત બનાવવાના  હેતુથી વર્તમાન મોબાઈલ ટેકનોલોજીના વપરાશ સાથેના અભિગમથી “મોબાઇલ ટૂ સ્પોર્ટ્સ” ના અભિયાનની નવતર પહેલ કરી છે.

આ હેતુને સુચારુ રૂપે પાર પાડવા રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરીઓ દ્વારા સંયુક્ત રીતે વાદન (વાંસળી, તબલા, હાર્મોનિયમ) સ્પર્ધાનું આયોજન કરેલ છે. જેમાં જુદા જુદા વયજુથ પ્રમાણે કલાકારો ભાગ લઈ શકશે. જેમાં ૬ થી ૧૪ વર્ષ સુધીના, ૧૫ થી ૨૦ વર્ષ સુધીના, ૨૧ થી ૫૯ વર્ષ સુધીના તેમજ ૬૦ વર્ષથી ઉપરના ઓપન વયજુથમાં ભાગ લઈ શકશે. ઉક્ત સ્પર્ધાની વિડિયો ક્લિપની  સી.ડી .તૈયાર કરી તા. ૧૫/૦૯/૨૦૨૧ બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી રૂમ નં.૨૩૬/૨૫૭, બીજો માળ, તાલુકા સેવા સદન લાલબાગ મોરબી ખાતે મોકલવાની રહેશે.

રાજ્યકક્ષાએ પ્રથમ વિજેતાને રૂ.૨૫,૦૦૦/-, દ્વિતીય વિજેતાને રૂ.૧૫,૦૦૦/-, તૃતીય વિજેતાને રૂ. ૧૦,૦૦૦/- ઈનામ આપવામાં આવશે તથા અન્ય સાત વિજેતાઓને રૂ.૫,૦૦૦/-(પ્રત્યેકને) મુજબ આશ્વાસન ઇનામો આપવામાં આવશે. તેમજ જિલ્લાકક્ષાની સ્પર્ધામાં પ્રથમ વિજેતાને રૂ. ૧,૦૦૦/-, દ્વિતીય વિજેતાને રૂ. ૭૫૦/- તેમજ તૃતીય વિજેતાને રૂ. ૫૦૦/- ઈનામ આપવામાં આવશે.

આ અંગેની વધુ માહિતી “મોબાઈલ ટૂ સ્પોર્ટ્સ” યોજના અંતર્ગત ફેસબુક પેજ    https://www.facebook.com/mobile2sports તેમજ યુટ્યુબ ચેનલની લીંક http://www.youtube.com/channel/UCzsjROvtHpN4rK_ensUaz-g પરથી મળી શકશે.        તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી મોરબીની યાદીમાં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here