સુબીર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર આરોગ્ય સિમિતિનાં ચેરમેન સહિત પદાધિકારીઓ મુલાકાત લીધી

0
20


ડાંગ:- મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લા પંચાયતનાં આરોગ્ય સમિતિનાં ચેરમેન સહીત પદાધિકારીઓની ટીમે સુબિર તાલુકાનાં અંતરિયાળ વિસ્તારમાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની મુલાકાત લઈ આરોગ્યલક્ષી મુદાઓની જાણકારી મેળવી…

પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લા પંચાયતનાં આરોગ્ય સમિતિનાં ચેરમેન હેતલબેન શાંતારામભાઈ ચૌધરી તથા જિલ્લા પંચાયતનાં ઉપપ્રમુખ નિર્મળાબેન જગદીશભાઈ ગામીત અને જિલ્લા પંચાયતનાં કારોબારી સમિતિનાં ચેરમેન  વિજયભાઈ ચૌધરીનાઓ દ્વારા આજરોજ સુબિર તાલુકામાં સમાવિષ્ટ શિંગાણા,સુબીર અને પિપલદહાડ  ખાતે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની રૂબરૂ મુલાકાત લીધી હતી.આ રૂબરૂ મુલાકાતમાં આરોગ્ય વિષયક સુવિધા,લોકોને આપવામાં આવતી સારવાર,સગર્ભા સ્ત્રીઓને સુવિધા અને સગવડ તથા કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં આ વિસ્તારમાં લોકોનું વધુમાં વધુ રસીકરણ થાય તે બાબતે આરોગ્ય કર્મચારીઓનું ધ્યાન દોરવામાં આવ્યુ હતુ.રૂબરૂ મુલાકાત દરમ્યાન આરોગ્ય સમિતિનાં અધ્યક્ષ હેતલબેન ચૌધરીએ દર્દીઓને અનુરોધ કરતા જણાવ્યુ હતુ કે આરોગ્ય વિષયક કોઈ પણ સમસ્યા કે પ્રશ્નો હોય તો ડાંગ જીલ્લા પંચાયત ભવનમાં આવેલ આરોગ્ય શાખાને જાણ કરી તેઓનાં પ્રશ્ન હલ કરી શકશે…LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here