સ્વાતંત્ર્યપર્વની પૂર્વ સંધ્યાએ રાજપીપલા સહિત તાલુકા મથકોએ “આઝદીકા અમૃત મહોત્સવ” થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે

0
18


સ્વાતંત્ર્યપર્વની પૂર્વ સંધ્યાએ રાજપીપલા સહિત તાલુકા
મથકોએ “આઝદીકા અમૃત મહોત્સવ” થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે

રાજપીપલા : જુનેદ ખત્રી

રાજ્યમાં ૭૫ માં સ્વાતંત્ર્ય પર્વની “આઝાદીકા અમૃત મહોત્સવ” ની થીમ આધારિત હાથ ધરાયેલી રાજ્યકક્ષાની ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના માર્ગદર્શન અને રાહબરી હેઠળ સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ તા.૧૪ મી ઓગષ્ટ,૨૦૨૧ ને શનિવારના રોજ સાંજે ૬:૦૦ કલાકે નાંદોદ તાલુકાના રાજપીપલા મુખ્ય મથક ઉપરાંત જિલ્લાના ગરૂડેશ્વર, તિલકવાડા, દેડિયાપાડા અને સાગબારા તાલુકા મથકોએ પણ શહેર-જિલ્લા અને તાલુકાઓના વરિષ્ઠ પદાધિકારીઓ/અધિકારીઓ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું સુચારૂં આયોજન કરાયું છે.

તદ્અનુસાર, રાજપીપલા શહેરમાં સરદાર ટાઉન હોલ ખાતે, ગરૂડેશ્વર તાલુકામાં ગરૂડેશ્વરની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે, તિલકવાડા તાલુકામાં તિલકવાડાની શ્રી કે.એમ.શાહ હાઇસ્કૂલ ખાતે, દેડિયાપાડા તાલુકામાં દેડિયાપાડાની કૃષિ પોલિટેકનીક કોલેજ ખાતે અને સાગબારા તાલુકામાં પાનખલાની સરકારી વિનયન કોલેજ ખાતે દેશભક્તિના ગીતો સાથેનો “આઝાદીકા અમૃત મહોત્સવ” ની થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં જૂનાગઢ ખાતે યોજાનારા રાજ્યકક્ષાના સાંસ્કૃતિક કાર્યક્રમનું ડિઝીટલ માધ્યમથી જીવંત પ્રસારણ કરવામાં આવશે, જેને ઉપસ્થિત મહાનુભાવો સહિત સહુ કોઇ નિહાળી શકશે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here