પાલારા ખાસ જેલ ભુજ માથી વચગાળાના જામીન પરથી ફરાર (કેદી) આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ પશ્ચિમ કચ્છ ભુજ 

0
38






રમેશ મહેશ્વરી દ્વારા

વાત્સલ્યમ્ સમાચાર ભુજ કચ્છ :- પોલીસ મહાનિદેશક,સી.આ.ડી.ક્રાઇમ અને રેલ્વેઝ ગુ.રા.ગાંધીનગર નાઓ દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા ખાસ ઝુંબેશ રાખેલ હોઈ જે અનુસંધાને બોર્ડર રેન્જ આઇ.જી.પી. જે.આર.મોથાલીયા દ્વારા રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક, સૌરભસિંઘ સાહેબ પશ્ચિમ કચ્છ – ભુજનાઓએ નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે સુચના આપેલ હોય જે અનર્થે એલ.સી.બી પશ્ચિમ કચ્છ – ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર,એસ.જે.રાણા તથા પો.સબ.ઇન્સ એચ.એમ.ગોહિલના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કોડ,ભુજના સ્ટાફના માણસો પ્રયત્નશીલ હતા.આજરોજ પેરોલ ફર્લો સ્કોડના સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા.

તે દરમ્યાન ખાનગીરાહે બાતમી હકિકત મળેલ કે , પાલારા ખાસ જેલ ભુજમાથી વચગાળાના જામીન પર મુકત થયેલ કેદી / આરોપી ભચલશા મોતીશા શેખ (ઉ.વ .૪૦) રહે.શેખ ફળીયુ ભુજ વાળો ભુજ મધ્યે આવેલ સરપટનાકા પાસે બાતમી વાળી જગ્યાએ હાજર મળી આવતા જેની પુછપરછ કરતા જણાવેલ કે નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ અનબે કોરોનાની વૈશ્વીક મહામારીને ધ્યાને રાખી જેલમાં કેદીઓની સંખ્યા ઘટાડવા માટે આપવામાં આવેલ ડાયરેક્શન મુજબ વચગાળાના જામીન રજા ઉપર મુક્ત કરવામાં આવેલ અને મુદત પુરી થયેલ હોવા છતા પોતે ભુજ પાલારા જેલ ખાતે હાજર થયેલ ન હોવાની કબુલાત કરતો હોઇ જેને ઝડપી લઇ આગળની કાર્યવાહી માટે પાલારા ખાસ જેલ ભુજ ખાતે બારોબાર સુપ્રત કરવામાં આવેલ છે.



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here