મહોરમના તહેવારને અનુલક્ષીને ઉમલ્લા-રાજપારડી પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઇ…

0
23






મહોરમના તહેવારને અનુલક્ષીને ઉમલ્લા-રાજપારડી પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઇ…

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા-રાજપારડી પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી. આયોજિત બેઠકમાં ઉમલ્લા પોલીસ સ્ટેશન ખાતે ઈન્દોર,પાણેથા,અશા,વેલુગામ.સંજાલી અને રાજપારડી પોલીસ સ્ટેશન ખાતે વણાંકપોર, ભાલોદ, તરસાલી, રતનપુર ગામના મુસ્લીમ આગેવાનો હાજર રહ્યા હતાં. ઉમલ્લા પોલીસ મથકના મહીલા પી.એસ.આઇ વિ.આર.થુમ્મર અને રાજપારડી ના પી.એસ.આઈ જે. બી જાદવ દ્વારા મુસ્લિમ આગેવાનોને મહોરમના તહેવાર નિમિત્તે ઝુલુસનું આયોજન ન કરવા તેમજ સોશ્યલ ડિસ્ટન્સ સાથે માસ્ક પહેરી વધુ ભીડ એકઠી ન કરવા અને સરકારની ગાઈડલાઈન મુજબ તહેવારની ઉજવણી કરવા સૂચનો કરવામાં આવ્યાં હતાં. મોહરમ પર્વ કોમી એકતાની ભાવના સાથે સોહાર્દ ભર્યા વાતાવરણમાં તેમજ કોમી એખલાસ સાથે ઉજવણી કરવા ખાસ અપીલ કરી હતી. મુસ્લિમ આગેવાનો દ્વારા પોલીસ તંત્રને સંપૂર્ણ સહકારની ખાત્રી આપી હતી.

 

ઈરફાન ખત્રી
રાજપારડી



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here