માળીયા તાલુકાના વાધરવા ગામે સ્ટોરેજ તળાવમાં રેલવે કર્મચારી ગરકાવ

0
24


રીપોર્ટ ઈશાક પલેજા

મોરબી જિલ્લાના માળીયા તાલુકાના વાધરવા ગામે આવેલ પાણી સ્ટોરેજ તળાવમાં પાણીની બોટલ ભરવા જતાં રેલવે કર્મચારી નો પગ લપસી જતાં પાણીમાં ગરકાવ થઈ ગયા હતા આ બનાવની જાણ થતાં એનડીઆરએફ અને ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી રેલવે કર્મચારી મનોજભાઈ ની શોધખોળ હાથ ધરી હતી

 

બનાવની મળતી માહિતી અનુસાર માળીયા તાલુકાના વાધરવા ગામ પાસે આવેલ રેલવે લાઈન ના કર્મચારી મનોજ ભાઈ અરજણભાઈ ધામેચા કામ કરી રહ્યા હતા હું ત્યારે પાણીની તરસ લાગતા મનોજભાઈ રેલ્વેની બાજુમાં આવેલ પાણી સ્ટોરેજ તળાવ માં પાણી ની બોટલ ભરવા ગયા હતા અને તળાવના કાંઠે પાણી ભરતી વખતે પગ લપસી જતા પાણીમાં પડી ગયા હતા અને તરતા ન આવડતું હોવા થી ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા ત્યારે આ ઘટનાની જાણ થતાં માળીયા મીયાણાના મામલતદાર ડી. સી. પરમાર માળીયા પોલીસ મથકના પી. એસ. આઇ. એન. એચ. ચુડાસમા અને પોલીસ ટીમ તથા ૧૦૮ ટીમ તથા એન.ડી.આર.એફ.અને ફાયર બ્રિગેડ ટીમ તથા વાધરવા ગામ ના સરપંચ કુલદીપસિંહ જાડેજા અને આગેવાન પ્રદ્યુમનસિંહ જાડેજા તથા જગદીશ સિંહ જાડેજા અને પાણીમાં ગરકાવ થઈ ગયેલ મનોજભાઈ ના પિતા અરજણભાઈ શીવાભાઈ ધામેચા તથા ભાઈ ભરતભાઈ ધામેચા ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને એન.ડી.આર.એફ.અને ફાયર બ્રિગેડની ટીમે શોધખોળ હાથ ધરી છેLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here