ડાંગ જિલ્લામાં ત્રીજી લહેરને અટકાવવાના ભાગરૂપે સંસ્થાઓ અને દુકાનોમાં સરપ્રાઈઝ ચેકીંગ…

0
17


ડાંગ:-મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાં વેક્સિનેશન ઝડપી બને તે માટે ડાંગ કલેકટર ભાવિન પંડ્યાના માર્ગદર્શન હેઠળ કોરોના ગાઈડલાઈનને અનુસરી તંત્રએ મહત્વનો નિર્ણય લીધો છે. બીજી લહેરમાં ડાંગ જિલ્લામાં કોરોનાએ પગપેસારો કર્યો હતો હવે ત્રીજી લહેરને અટકાવવાના ભાગરૂપે ડાંગ વહીવટી તંત્રના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ બજારોમાં દુકાનો, સંસ્થાના તમામ કર્મચારીઓએ કોરોના વિરોધી વેક્સિન લીધેલ છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવી રહી છે.

ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઇમાં વઘઇ મામલતદાર સી.એ વસાવાના માર્ગદર્શન હેઠળ વઘઈ બજારમાં નાયબ મામલતદાર પોલીસ કોન્સ્ટેબલ, આરોગ્ય કર્મીઓ, તલાટી સહિત તંત્રના અલગ અલગ વિભાગોના કર્મીઓએ કોરોના વિરોધી વેક્સિન લીધી છે કે કેમ તે અંગે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવતા દુકાનદારોમાં ફફડાટ ફેલાયો હતો જ્યારે જે દુકાનદારોએ વેક્સિન લીધી હતી તે દુકાનદારોએ ચેકિંગ કરનાર અધિકારીને વેક્સિનેશન સર્ટિફિકેટ અથવા મેસેજ પણ બતાવ્યા હતા તથા જે વેપારીઓ વેક્સિન નથી લીધી તેઓને હેલ્થ સેન્ટર પર વેક્સિન લેવાની સૂચના પણ ચેકિંગ અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી કોરોના સંક્રમણ ઘટાડવા માટે વહીવટી તંત્ર એ આ મહત્વનો નિર્ણય લેતા નગરના વેપારીઓએ તંત્રની કામગીરીને બિરદાવી હતી. સાથે વેપારી એકમો, વાણિજ્યિક સંસ્થાઓ અને અન્ય સંસ્થાઓ જેના કર્મચારીઓએ વેક્સિનનો પ્રથમ ડોઝ ન લીધો હોય તો તારીખ ૧૬/૦૮/૨૦૨૧ થી તેઓની સંસ્થા /દુકાનો બંધ કરવાની રહેશે એવું પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે. હાલમાં દરરોજ કોરોનાના કેસમાં ઘટાડો આવી રહ્યો છે પરંતુ એક્સપર્ટના અનુસાર કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે. જેથી સાવધાની રાખવી ખુબ જ જરૂરી છે. આવી સ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા વેક્સિનેશન પર ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here