આહવા ખાતે આજે યોજાશે જિલ્લા કક્ષાનો ૭૨મો વન મહોત્સવ

0
19


ડાંગ:- મદન વૈષ્ણવ

વનાચ્છાદિત ડાંગ જિલ્લામા આજે એટલે કે તા.૧૪મી ઓગસ્ટના રોજ સવારે ૯:૧૫ વાગ્યે સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા સંકુલમા, જિલ્લા કક્ષાનો ૭૨મો વન મહોત્સવ આયોજિત કરાયો છે.

દક્ષિણ ડાંગના નાયબ વન સંરક્ષક શ્રી નિલેશ પંડયા તરફથી મળેલી વિગતો અનુસાર, જિલ્લા કક્ષાના આ વન મહોત્સવના ઉદ્ઘાટક અને સમારંભના અધ્યક્ષ તરીકે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી આર.સી.પટેલ, તથા મુખ્ય મહેમાન તરીકે ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ, અને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિત ઉપસ્થિત રહેશે. દરમિયાન ગુજરાત ફોરેસ્ટ રેન્જર કોલેજ, નર્મદાના પ્રિન્સીપાલ શ્રી અક્ષય જોશીની પ્રેરક ઉપસ્થિતિ રહેશે. કાર્યક્રમમા ડાંગ કલેકટર શ્રી ભાવિન પંડ્યા સહિતના ઉચ્ચાધિકારીઓ પણ હાજરી આપશે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here