વેક્સિનના બંને ડોઝ લીધા છતાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટથી દેશમાં પ્રથમ મોત

0
23


મુંબઈમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિએન્ટના કારણે પ્રથમ મૃત્યુ નોંધાયું છે. બીએમસીના અહેવાલ પ્રમાણે મૃતક મહિલા 63 વર્ષની હતી અને વેક્સિનના બંને ડોઝ પણ લઈ ચુકી હતી. સૌથી વધુ ચોંકાવનારી વાત એ છે કે, તેની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી પણ નહોતી. જાણવા મળ્યા મુજબ મહિલાના ફેફસામાં સંક્રમણ હતું. તે કોરોનાથી સંક્રમિત થઈ તે પહેલાથી જ બીમાર હતી.

તે મહિલા 21 જુલાઈના રોજ સંક્રમિત થઈ હતી અને 27 જુલાઈના રોજ મૃત્યુ પામી હતી. બીએમસીને તાજેતરમાં જ તેનો જીનોમ સિક્વન્સ રિપોર્ટ મળ્યો છે જેમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટની પૃષ્ટિ થઈ છે. સૌથી ચિંતાની વાત એ છે કે, તે મહિલાના પરિવારના 6 સદસ્ય પણ કોરોના સંક્રમિત છે. તેમાંથી બેમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટની પૃષ્ટિ થઈ છે. જોકે, બંનેની સ્થિતિ સારી છે. જ્યારે પરિવારના અન્ય 4 સદસ્યના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે.

મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના કારણે અત્યાર સુધીમાં 2 લોકોના મોત નોંધાયા છે. આના પહેલા રત્નાગિરીમાં 80 વર્ષીય મહિલાનું કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિએન્ટથી સંક્રમિત થયા બાદ મૃત્યુ થયું હતું. તે રાજ્યનો ડેલ્ટા પ્લસ વેરિએન્ટથી મૃત્યુનો પહેલો કેસ હતો. મહિલા અન્ય બીમારીઓથી પણ સંક્રમિત હતી.મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના અત્યાર સુધીમાં 65 કેસ સામે આવી ચુક્યા છે. જ્યારે મુંબઈમાં અત્યાર સુધીમાં 11 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિએન્ટને ભારત સરકારે પહેલેથી જ વેરિએન્ટ ઓફ કન્સર્ન જાહેર કર્યો છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here