લગભગ 30 વર્ષ જુના અમદાવાદ ના CTM વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો ધાબા નો ભાગ અચાનક ધરાશાયી.

0
21


CTM નજીકના ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં અચાનક એપાર્ટમેન્ટમાં ધાબાનો ભાગ ધરાશાયી થઈ જતા લોકો ભયમાં મૂકાયા છે. જર્જરિત બનેલી બિલ્ડીંગમાં અવારનવાર બિલ્ડીંગનો ભાગ ધરાશાયી થવાની નાની મોટી ઘટનાઓ બનતી રહે છે . જેના કારણે સ્થાનિકો ભયભીત થઈને રહે છે.સામાન્ય ભાગ પડવાની ઘટનામાં અત્યાર સુધી અનેક લોકો ઈજાગ્રસ્ત થઈ ચુક્યા છે.

ctm building

હાઉસિંગ બોર્ડના ઘરોના લગભગ તમામ ભાગો જર્જરિત બની ચુકયા હોવા છતાં સ્થાનિકો આ જોખમી બની ગયેલા મકાનોમાં ભય  હેઠળ રહેવા મજબુર બન્યા છે. સ્થનિકોઓએ આ અંગેની રજૂઆતો તમામ સ્તરે કરી હોવા છતાં તેનો કોઈ ઉકેલ નથી આવી રહ્યો.

સ્થાનિકોને જર્જરિત બિલ્ડીંગમાં ન રહેવા પહેલેથી નોટિસ અપાઈ છે
એપાર્ટમેન્ટને રિડેવલેપમ્ન્ટની મજૂંરી મળી હોવા છતાં કામ આગળ વધી શક્યુ નથી. મુખ્ય કારણ બાકી 30હજાર ની લોન ની રકમ કરતા ચક્રવૃદ્ધિ વ્યાજની રકમ અંદાજે દસ ઘણી થઈ છે તેવું કરણ જાણવા મળ્યું છે.એટલે રીડેવલોપમેન્ટ નું કામ અટકેલું છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here