ડાંગ જિલ્લાની આદિવાસી બહેનો વાંસમાંથી પ્રાકૃતિક રાખડી બનાવી આત્મનિર્ભર બની

0
30


ડાંગ:- મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાની આદિવાસી બહેનોએ સૌ પ્રથમવાર આત્મનિર્ભરતાની એકી મિશાલ સાથે પ્રાકૃતિક રાખડી બનાવી..

પ્રાપ્ત વિગતો અનુસાર ભાઈ બહેનનાં પ્રેમનું પવિત્ર બંધન એટલે રક્ષાબંધન.રક્ષાબંધનનાં દિવસે બહેન તેના ભાઈને રાખડી બાંધી રક્ષાનાં બંધનમાં જીવનભર ગાંઠ બાંધવાનાં પર્વને રક્ષાબંધન કહેવામાં આવે છે. અને આ તહેવારનાં દિવસે દરેક બહેન પોતાના ભાઈનાં હાથે રાખડી બાંધી ઉજવતી હોય છે.ત્યારે ડાંગ જિલ્લાની આદિવાસી બહેનોએ આ વર્ષે અનોખી રાખડી એટલે કે પ્રાકૃતિક વાંસમાંથી બનાવેલી રાખડી પોતાના ભાઈનાં હાથ ઉપર બાંધીને આ પવિત્ર રક્ષાબંધનનાં તહેવારની ઉજવણી કરતી જોવા મળશે.ભાઈ બહેનનો પ્રેમનો પવિત્ર તહેવાર રક્ષાબંધનને હવે ગણતરીનાં દિવસો બાકી છે.ત્યારે બજારમાં રાખડીની રંગબેરંગી અને જુદી જુદી ડિઝાઈન ઉપલબ્ધ છે. પરંતુ આ વખતે ગુજરાતનાં છેવાડાનાં ડાંગ જિલ્લાની આદિવાસી બહેનોએ બનાવેલી પ્રાકૃતિક રાખડી પ્રશંસનીય છે.

ડાંગ જિલ્લાની મહિલાઓએ પ્રથમ વખત ઈકો ફ્રેન્ડલી રાખડી બનાવી છે.ડાંગ જિલ્લાનો કોટવાળીયા સમાજ વાંસમાંથી ટોપલા ટોપલી બનાવતા હોય છે.ત્યારે એક ખાનગી સંસ્થા તેમને રોજગારીની નવી તકો પુરી પાડવા તેમજ આત્મનિર્ભર બનાવવા માટે આવી છે. તેમને હજારો રાખડીઓ બનાવવા માટેનાં ઓર્ડર આપ્યા છે.આદિવાસી મહિલાઓ વાંસમાંથી એટલે કે જંગલમાં મળતા વાંસમાંથી રાખડીઓ બનાવી રહી છે.વાંસમાંથી વિવિધ પ્રકારની રાખડી બનાવવાની મહિલાઓને તાલીમ પણ આપવામાં આવી છે.

આ દિવસોમાં ડાંગ જિલ્લાની આદિવાસી મહિલાઓનું એક જૂથ અલગ અલગ પ્રકારની રાખડીઓ બનાવી દેશમાં મોકલી રહ્યુ છે. આ વાંસની રાખડીઓની કિંમત 50થી 200 રૂપિયા રાખવામાં આવી છે. આ વર્ષે ડાંગની 4 જેટલી મહિલાઓએ 5000 જેટલી રાખડી બનાવી દેશનાં વિવિધ શહેરોમાં મોકલી છે.વાંસમાંથી રાખડી બનાવવાની ટ્રેનિંગ આપનાર અંકિત મલિકે જણાવ્યુ છે કે ડાંગની આ મહિલાઓ વાંસમાંથી ટોપલી ટોપલા બનાવીને જે આવક મેળવે છે. એના કરતા વધારે આવક રાખડી બનાવી મેળવતી થઈ છે. ત્યારે આવનાર સમયમાં હજુ પણ ઘણી મહિલાઓ આ રાખડીના ઉત્પાદનનાં વ્યવસાયમાં જોડાઈને આત્મનિર્ભર બને તો નવાઈ નહી.અગાઉ ડાંગ જિલ્લામાંથી નાગલી ધાન્યનાં પાપડ, બિસ્કિટ, ભૂંગળા,તથા વાંસનાં અથાણાએ બજારોમાં ધૂમ મચાવ્યુ હતુ.હવે આવનાર સમયમાં ડાંગ જિલ્લાનાં વાંસમાંથી બનાવેલ રાખડીની પ્રોડક્ટ નવલા નજરાણાની સાથે બજારોમાં ધૂમ મચાવશે…LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here