ટંકારા થી જડેશ્વર વાંકાનેર જવા માટે બસ શરૂ કરવા લોક માગણી ઉઠેલ છે

0
23


(હર્ષદરાય કંસારા)

ટંકારા તાલુકાના ગામડાના લોકોને વાંકાનેર જવા માટે એક પણ સીધી બસ નથી ટંકારા થી જડેશ્વર વાંકાનેર જવા માટે બસ શરૂ કરવા લોક માગણી ઉઠેલ છે ટંકારા તાલુકાના ગ્રામજનોને વાંકાનેર જવા માટે એક પણ સીધી બસ નથી .ટંકારા વિસ્તારના લોકોને વાંકાનેર જવા માટે ટંકારા થી મોરબી જઈને મોરબી થી વાંકાનેરની બસ મળે છે.


ટંકારા તાલુકાના ગ્રામજનો છેલ્લા 20 વર્ષથી ટંકારા થી વાંકાનેર વાયા હડમતીયા જડેશ્વર બસની માગણી કરી રહેલ છે.
2000ના ભૂકંપ પહેલાં ટંકારા થી વાંકાનેર જવા માટે સવારે બે બસ મળતી હતી વાંકાનેર થી સાંજે 5 વાગ્યે વાંકાનેર પડધરી રૂટ ની બસ વાયા હડમતીયા ટંકારા સાવડી રોહીશાળા નેકનામ ચાલુ હતી. આ બસ રોહીશાળા રાત્રે મુકામ કરતી હતી સવારે રોહિશાલા થી આ રૂટ પર પરત ફરતી હતી. ટંકારા થી વાંકાનેર જવા માટે સવારે સાત વાગ્યે આ બસ મળતી હતી.
આ જ રીતે વાંકાનેર ધ્રોલ બસ સાંજે ચાર વાગે વાંકાનેર થી ઉપડી વાયા જડેશ્વર હડમતીયા ટંકારા સાવડી ઓટાડા થઈ ધ્રોલ જતી હતી ધ્રોલ થી સવારે ઉપડી ટંકારા આઠ વાગે આવતી અને વાંકાનેર જતી હતી . લોકોને આ બંને બસ ખૂબ જ ઉપયોગી હતી
આઝાદીની શરૂઆતથી 30 વર્ષ આ બન્ને રુટ ચાલુ હતા .પરંતુ વર્ષ ૨૦૦૦ ને ભૂકંપ પછી લોકોને ઉપયોગી બન્ને રુટ બંધ કરેલ છે .
ટંકારા થી વાંકાનેર જવા માટે સીધી બસ ચાલુ કરાય તો ટંકારા વિસ્તારના લોકોને પવિત્ર શ્રાવણ માસમાં જડેશ્વર મહાદેવના મંદિર ના દર્શન લાભ મળી શકે આ ઉપરાંત વહેલી સવારની ટંકારા વાંકાનેર બસ ચાલુ કરાય અને તેને રેલ્વે સ્ટેશન લંબાવાય તો ટંકારા તાલુકાના 50 ગામના લોકો રેલવેની સુવિધાનો લાભ મળે .
અમદાવાદ ટ્રેનમાં તથા લાંબા રૂટમાં ટ્રેનમાં જઈ શકે ટંકારા વાંકાનેર એસટી તાકીદે શરૂ કરવા લોક માગણી છેઃLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here