યુવા વિકાસ એવમ અનુસંધાન કેન્દ્ર દ્વારા કેવડિયા ખાતે વૃક્ષારોપણ તથા રાષ્ટ્રીય કાર્યસમિતી બેઠક

0
13 

યુવા વિકાસ એવમ અનુસંધાન કેન્દ્ર દ્વારા કેવડિયા ખાતે વૃક્ષારોપણ તથા રાષ્ટ્રીય કાર્યસમિતી બેઠક

યુવા વિકાસ એવમ અનુસંધાન કેન્દ્ર – યુવક, એક રાષ્ટ્રીય સ્તર પર કાર્યરત યુવા સંગઠન છે જે યુવાનોને રાષ્ટ્ર નિર્માણમાં જોડવા તથા યુવાનો દ્વારા સમાજ ઉત્થાન માટે કાર્યરત છે. હાલ ભારતમાં ૧૬ પ્રદેશમાં સંગઠનાત્મક માળખું છે જેનું કેન્દ્ર દિલ્હી છે.

કેવડિયા કોલોની – અનીશખાન બલુચી

 

૧૨મી તથા ૧૩મી ઓગસ્ટના રોજ આંતરાષ્ટ્રીય યુવા દિવસના અવસરે યુવકની રાષ્ટ્રીય કાર્યસમિતિ કેવડિયા ખાતે આયોજિત કરવામાં આવી હતી જેના ૧૬ પ્રદેશ માંથી યુવા પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ભારત વિકાસ પરિષદના રાષ્ટ્રીય સંગઠનમંત્રી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક શ્રી સુરેશ જૈન પણ ઉપસ્થિત રહ્યા હતા.

યુવા વિકાસ એવમ અનુસંધાન કેન્દ્રના ડેલિગેશને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી અને ગૌરવાનવિત થાય તથા કેવડિયાની નજીક આવેલા ગામમાં વનવાસી ભાઈ બહેનોને મળી એમની સાથે ચર્ચા કરી, બેહનો દ્વારા ચાલતા સેલ્ફ હેલ્પ ગૃપ સાથે પણ મુલાકાત કરી વાર્તાલાપ કર્યો.

આ દરમિયાન આંતરાષ્ટ્રીય યુવા દિવસે મોટા પાયે વૃક્ષારોપણ હાથ ધરવામાં આવ્યું જે અંતર્ગત ૫૦૦ કરતાં વધારે વૃક્ષ વાવવામાં આવ્યા જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના વ્યુ પોઇન્ટ ખાતે SOU વન અધિકારી શ્રી વિરેન્દ્રસિંહ ગરિયા અને એમની ટીમ સાથે વૃક્ષારોપણ થયું, પ્રાચિન સુલ્પાનેશ્વર મહાદેવ મંદિર ખાતે વૃક્ષારોપણ થયું તથા ગરુડેશ્વર તાલુકાના વાંસલા ગામ ખાતે સ્થાનિક નાગરિકો તથા સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ નર્મદા ની ટીમ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું જેમાં શ્રી સુરેશ જૈનની વિશેષ ઉપસ્થિતિ રહી.

શ્રી સુરેશ જૈનની ઉપસ્થિતિમાં ગરુડેશ્વર સબ ડીસટ્રિક્ટ હોસ્પિટલમાં મુલાકાત રહી સુપ્રિટેન્ડેન્ટ તથા મામલતદારની ઉપસ્થિતિમાં ૩ ઓક્સિજન કોન્સનટ્રેટર આપવામાં આવ્યા.

શ્રી સુરેશ જૈન દ્વારા કાર્યક્રમના સમાપનમાં યુવાનોને માર્ગદર્શન આપવામાં આવ્યું જેમાં તેઓએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની સંકલ્પશક્તિ તથા દિઘદૃષ્ટીને બિરદાવી તથા યુવાનોને સતત સમાજના ઉત્થાનમાં અને પોતાના વિકાસ દ્વારા રાષ્ટ્રના વિકાસ કાર્યોમાં કાર્યરત રેહવા સૂચન કર્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here