પાલારા ખાસ જેલ ભુજ માંથી વચગાળાના જામીન પરથી ફરાર કેદી / આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ 

0
37


રમેશ મહેશ્વરી દ્વારા

વાત્સલ્યમ્ સમાચાર ભુજ કચ્છ :- એલ.સી.બી પશ્ચિમ કચ્છ – ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર,એસ.જે.રાણા તથા પો.સબ.ઇન્સ,એચ.એમ.ગોહિલના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કોડ,ભુજના સ્ટાફના માણસો પ્રયત્નશીલ હતા.ત્યારે પેરોલ ફર્લો સ્કોડના સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા.

તે દરમ્યાન ખાનગીરાહે બાતમી હકિકત મળેલ કે,પાલારા ખાસ જેલ ભુજમાથી વચગાળાના જામીન પર મુકત થયેલ કેદી / આરોપી કમલેશ ખેરાજ મહેશ્વરી (ઉ.વ .૩૫) રહે.મુન્દ્રા વાળો ભુજ મધ્યે આવેલ ખાસરા ગ્રાઉન્ડ પાસે બાતમી વાળી જગ્યાએ હાજર મળી આવતા જેની પુછપરછ કરતા જણાવેલ કે નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ અનબે કોરોનાની વૈશ્વીક મહામારીને ધ્યાને રાખી જેલમાં કેદીઓની સંખ્યા ઘટાડવા માટે આપવામાં આવેલ ડાયરેકશન મુજબ વચગાળાના જામીન રજા ઉપર મુક્ત કરવામાં આવેલ અને મુદત પુરી થયેલ હોવા છતા પોતે ભુજ પાલારા જેલ ખાતે હાજર થયેલ ન હોવાની કબુલાત કરતો હોઇ જેને ઝડપી લઇ આગળની કાર્યવાહી માટે પાલારા ખાસ જેલ ભુજ ખાતે બારોબાર સુપ્રત કરવામાં આવેલ છે.ઉપરોકત કામગીરીમાં પેરોલ ફર્લો સ્કોડના એ.એસ.આઇ હરિલાલ બારોટ તથા પો.હેડ કોન્સ.ધર્મેન્દ્ર રાવલ તથા દિનેશભાઇ ગઢવી, રઘુવિરસિંહ ઉદુભા તથા વિરેન્દ્રસિંહ પરમાર નાઓ જોડાયેલ હતા.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here