મેઘરજના નવાગામ કંટાળું હનુમાનજી મંદિર ખાતે ખાતે રાજ્યના યોગ બોર્ડના અધ્યક્ષની અધ્યક્ષતામાં “૭૨’મા વન મહોત્સવ”ની ઉજવણી કરાઈ

0
21 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ (બ્યુરો ચીફ )

મેઘરજના નવાગામ કંટાળું હનુમાનજી મંદિર ખાતે ખાતે રાજ્યના યોગ બોર્ડના અધ્યક્ષની અધ્યક્ષતામાં “૭૨’મા વન મહોત્સવ”ની ઉજવણી કરાઈ

૭૨માં જીલ્લા કક્ષાના વન મહોત્સવ નિમિત્તે બે લાભાર્થીઓને નિર્ધુમ ચુલા તથા પ્રશસ્તિપત્ર એનાયત કરાયા

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં વલસાડ ઉમરગામના કલગામ ખાતે “૭૨મો વન મહોત્સવ” ઉજવણી કરાઈ. જેમના વરદ્દ હસ્તે “મારુતિનંદન વન” પ્રજાની સુખાકારી માટે ખુલ્લું મુકાયું હતું.જે અંતર્ગત ૧૪મી ઓગસ્ટના દિવસે અરવલ્લીના મેઘરજના નવાગામ (ઇસરી)ના કંટાળુ હનુમાનજીના મંદિર ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ,ગાંધીનગરના અધ્યક્ષશ્રી શીશપાલસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં તથા અરવલ્લી જીલ્લા પંચાયત પ્રમુખશ્રી લાલસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં “૭૨’મો વન મહોત્સવ”ની ઉજવણી કરાઈ હતી.જેમાં મેઘરજના ૨ લાભાર્થીઓને નિર્ધુમ ચુલા જીલ્લાના અન્ય તાલુકા માલપુર,બાયડ,મોડાસાના ૪ વ્યક્તિઓને પ્રશસ્તિપત્ર એનાયત કરાયા.ત્યાર બાદ મેઘરજના નવાગામ (ઇસરી)ના કંટાળુ હનુમાનજીના મંદિર ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ,ગાંધીનગરના અધ્યક્ષશ્રી શીશપાલસિંહ રાજપૂતના વરદ્દ હસ્તે “પ્રાણવાન”વનનું લોકાર્પણ કરીને વૃક્ષારોપણ કર્યું હતું. આ “૭૨મો વન મહોત્સવ” ઉજવણીના નિમિત્તે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષશ્રી શીશપાલસિંહ રાજપૂતે જણાવ્યું કે, આ પ્રસંગે ચાલુ વર્ષે એક જ દિવસમાં મહાનગરપાલિકાઓમાં, જીલ્લાઓમાં તથા ૨૫૧ તાલુકાઓમાં વન મહોત્સવનો કાર્યક્રમ યોજાયો છે. આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી તથા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના મહત્વનો ઉદ્દેશ છે કે રાજ્યને ગ્રીન ગુજરાત,ક્લીન ગુજરાત બનાવવા માટે રાજ્યમાં ૨૧ જગ્યાએ જુદા-જુદા વનોનું લોકાર્પણ કરીને ત્યાં અલગ અલગ વૃક્ષો રોપવામાં આવે છે તથા તેની સારી રીતે માવજત કરવામાં આવે છે. વૃક્ષ છે તો જીવન છે માટે વૃક્ષોનું જતન કરવું જોઈએ. વનોત્તરી આપણને શ્વાસ અર્પે છે, પ્રકૃતિને આરોગ્યમય બનાવે છે. કોરોનાની મહામારીમાં વૃક્ષોનું મહત્વ સમજાયું કે જો વૃક્ષોનું જતન કરવું કેટલું જરૂરી છે. વૃક્ષ આપણને મફતમાં ઓક્સિજન આપે છે. સરકાર દેશની દરેક રીતે ચિંતા કરે છે. દેશની સંપત્તિમાં વૃક્ષોનો વધારો થાય. કનૈયાલાલ મુનશીએ વન મહોત્સવની શરૂઆત કરીને દેશની પ્રકૃતિને હરિયાળી બનાવવાની અમુલ્ય કામગીરી કરી હતી. જેથી દરેક લોકોને પ્રેરણા આપવી જોઈએ કે આપણા કોઈપણ પ્રસંગે કોઈને કઈ ઉપહાર આપવાની ઈચ્છા વ્યક્ત કરતા હોય તો એક વૃક્ષ આપવું અને તેનું જતન કરવા ભલામણ કરવી. વાવેતરમા આજીવિકા પ્રમાણે વધારો થયો છે.તેમણે વધુમાં જણાવ્યું કે, સામાજીકરણ વનવિભાગ દ્વારા રાજ્યના ૩૩ જીલ્લાઓમાં રોપાનું વાવેતર કરવામાં આવી રહ્યું છે.રાજ્ય એ વનક્ષેત્રે કેટલીક સિદ્ધિઓ હાંસલ કરી છે. સામાજીક વનીકરણ ક્ષેત્રે ખૂબ જ મોટું કામ કરી રહ્યું છે. ઉદ્યોગો, કોલેજો, જી.આઈ.ડી.સી., તથા રાજયના દરેક ક્ષેત્રમાં વૃક્ષો આપીને ગ્રીન ગુજરાત કરવાનું સરકારનું એક મહત્વનું લક્ષ્ય છે. ૨૦મી સદીમાં એશિયાઈ સિંહોની જાતL લુપ્ત થતી જોવા મળી હતી પરંતુ સરકારના વનીકરણ હેઠળ વૃક્ષોના રોપાનું વાવેતર કરવાના અથાગ પ્રયાસોથી વર્તમાન સમયમાં એશિયાઈ સિંહોની સંખ્યામાં વધારો થઈને ૬૭૪ થયો છે. જેમાં ૨૯ ટકાનો વધારો થયો છે. સરકાર દરેક ક્ષેત્રમાં કામ કરી રહ્યું છે જેમ કે ખેડૂત, મહિલાઓ, દીકરીઓ, પ્રકૃતિ, જીવદયાની વાત હોય એમ દરેકને સાથે લઈને ચાલે છે. આ સરકાર એ પ્રજાની સરકાર છે. સરકાર દ્વારા નાના અને સીમાંત ખેડૂતોને વૃક્ષો રોપવા માટે ૨૦,૦૦૦ ની સહાય ચુકવવામાં આવે છે.તેમણે વધુ ઉમેર્યું કે, યોગ અને પ્રકૃતિનો પણ એક અનોખો સંબંધ છે. યોગ થી રોગ ભાગે છે. માટે યોગ જીવનમાં શરીરમાં સ્ફૂર્તિ અને તાજગી માટે ખૂબ જ ઉપયોગી છે. યોગમાં પણ શ્વાસ લેવા અને છોડવા માટે ઓક્સિજન જોડાયેલો છે. વૃક્ષોનું મહત્વ તમારી અને આપણી આવનારી પેઢી માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આજે સંકલ્પ કરીએ કે વૃક્ષો વાવીએ તેવું આહ્વાન કરું છુ. રાજ્યમાં ગુજરાત જનતાનો સહકાર અને ખૂબ જ સહયોગ મળી રહ્યો છે. માટે રાજ્યને લીલુંછમ બનાવીએ. વિવિધ પ્રકારના વૃક્ષો વાવીએ અને તેનું જતન કરીએ.આ પ્રસંગે અરવલ્લી જીલ્લા પંચાયત પ્રમુખશ્રી લાલસિંહ ચૌહાણ,જીલ્લા કલેકટરશ્રી નરેન્દ્રકુમાર મીના તથા વન અધિકારીશ્રી મોનીટરીંગ ગાંધીનગર ગાર્ડી પોપટે પ્રાસંગિક પ્રવચનો આપ્યા હતા.આ ઉજવણી સંદર્ભે બાયડ ધારાસભ્યશ્રી જશુભાઈ પટેલ, જીલ્લા વિકાસ અધિકારીશ્રી શ્વેતા તેવટિયા, જીલ્લા પંચાયત ઉપપ્રમુખ કનુભાઈ મનાત, ઇન્ચાર્જ નાયબ અધિકારીશ્રી રબારી, તાલુકા પંચાયત પ્રમુખશ્રી મેઘરજ, રમીલા બેનશ્રી, અરવલ્લી મોડાસા નાયબ વનસંરક્ષક અધિકારીશ્રી પી.પુરુષોથમા, સાબરકાંઠા નાયબ વન સંરક્ષક અધિકારીશ્રી કે.પી.ચાવડા, શ્રી ભીખાજી ડામોર રેન્જ અધિકારીશ્રી ચૌધરી, વન વિભાગના અધિકારીશ્રીઓ તથા લાભાર્થીઓ સોશિયલ ડિસ્ટન્સ સાથે ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here