41 વર્ષિય નરાધમે માનસિક રીતે દિવ્યાંગ મહિલાને સાથે દુષ્કર્મ કરતાં ચકચાર

0
21






નડિયાદના હાઉસીંગ બોર્ડમાં રહેતાં 41 વર્ષિય નરાધમે માનસિક રીતે દિવ્યાંગ મહિલાને સાથે દુષ્કર્મ કરતાં ચકચાર મચી છે. આરોપી સુરેશ લાલવાણી મંદબુદ્ધિની મહિલાને 10 ઓગસ્ટના રોજ બપોરના સમયે તેના ઘરે લઈ ગયો હતો. જ્યાં તેણે મહિલાની નબળી માનસિકતાનો લાભ ઉઠાવીને તેની સાથે દુષ્કર્મ ગુજાર્યો હતો. જે મામલે નડિયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

પીડિતા મહિલા નાનપણથી જ માનસિક રીતે દિવ્યાંગ છે. 10 ઓગસ્ટના રોજ બપોરે 2.30 કલાકે જ્યારે મહિલાની માતા સૂઈ ગઈ હતી. ત્યારે આરોપી મહિલાને ફોસલાવી તેની સાથે લઈ ગયો હતો. ઘરમાં દીકરી જોવા ન મળતા પરિવારે તરત જ શોધખોળ હાથ ધરી હતી. તે દરમિયાન ફરિયાદીના ઘરની બાજુના દુકાનવાળાએ મહિલાને એક ઈસમ જોડે જતા જોઈ જણાવ્યું હતું.

આ વાતની માહિતી મળ‌તાં તેઓએ તપાસ કરી હતી. તે દરમિયાન મહિલા આરોપી સુરેશ લાલવાણીના ઘરેથી મળી હતી. ત્યારબાદ મહિલાના પરિવારે દુષ્કૃત્ય કરનાર આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ તાત્કાલિક ધોરણે તપાસ કરી હતી, અને ગણતરીના કલાકોમાં જ આરોપીને જેલભેગો કર્યો હતો.



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here