દાહોદમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

0
44


 

 

દાહોદમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
આઝાદીનું મહાત્મ્ય જનસામાન્યમાં બરકરાર રહે તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના આ અભિયાનનો દાહોદ જિલ્લો સગર્વ હિસ્સો બન્યો પ્રભારી મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા અને સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરની સાંસ્કૃતિ કાર્યક્રમમાં પ્રેરક ઉપસ્થિતિ
દેશના ૭૫માં સ્વતંત્રતા દિનની પૂર્વ સંધ્યાએ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત અહીંના સ્વામિ વિવેકાનંદ સંકુલ સ્થિત પંડિત દીનદયાલ સભાગૃહમાં પ્રભારી મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાની પ્રેરક ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અનેક વીરોએ આપેલા બલીદાનને પરિપાક સ્વરૂપ દેશને અંગ્રેજોની ચુંગાલમાંથી મળેલી આઝાદીનું મહાત્મ્ય જનસામાન્યમાં બરકરાર રહે તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના આ અભિયાનનો દાહોદ જિલ્લો સગર્વ હિસ્સો બન્યો હતો.
આઝાદીનો અમૃત મહોત્સવ સાંસ્કૃતિ કાર્યક્રમમાં ઉપસ્થિત સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે જણાવ્યું કે, ભારતની આઝાદીની વેદી ઉપર અનેક નરબંકાઓએ પોતાના પ્રાણની આહૂતિ આપી એ બાદ સ્વતંત્રતા મળી છે. જલિયાવાલા બાગ કરતા પણ મોટા બનાવ એવા માનગઢ ક્રાંતિમાં ગુરુ ગોવિંદ સહિત ૧૫૦૦ આદિવાસીઓએ અંગ્રેજો સામે લડીને પોતાની જાત ખપાવી દીધી હતી. એવી રીતે નાયકા આદિવાસીઓ પણ વીરતાના ઉદાહરણ પૂરા પાડ્યા છે.
તેમણે ઉમેર્યું કે, ભારત દેશ પ્રત્યેક શ્વાસે શ્વાસે સ્વતંત્રતા અનુભવી રહ્યો છે. દેશને આઝાદી અપાવનારા નરબંકાઓને ચિરકાલ સુધી યાદ રાખવાની જવાબદારી આપણા સૌની છે. એટલા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ અભિયાન ઉપાડ્યું છે. દેશના વિકાસમાં સૌ પોતાનું યોગદાન આપે એ જરૂરી છે.
કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ કહ્યું કે, દાહોદ જિલ્લાના તમામ તાલુકા મથકે આઝાદીના અમૃત મહોત્સવ કાર્યક્રમનું આયોજન થયું છે. લોકોમાં તેમાંય ખાસ કરીને યુવાનોમાં દેશભાવના પ્રબળ બનાવવા માટે આ અભિયાન ઉદ્દીપક સાબિત થશે.
આ સાંસ્કૃતિ કાર્યક્રમમાં દાહોદના જાણીતા સંગીતકાર શ્રી કપીલભાઇ ત્રિવેદી અને તેમની ટીમે દેશભક્તિના અદ્દભૂત પ્રસ્તુતિ કરી હતી. જૂનાગઢ ખાતે સ્વાતંત્ર્ય પર્વના રાજ્ય મહોત્સવના સાંસ્કૃતિક કાર્યક્રમનું અહીં પ્રસારણ કરવામાં આવ્યું હતું.
આ વેળાએ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શીલતબેન વાઘેલા અને કારોબારી ચેરમેન શ્રી જીથરાભાઇ ડામોર, નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રીનાબેન પંચાલ, એપીએમસીના ચેરમેન શ્રી કનૈયાભાઇ કિશોરી, એસપી શ્રી હિતેશ જોયરસ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ પરમાર, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી ડાભી, રમત ગમત અધિકારી શ્રી વિરલ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here